26th January selfie contest

ભાજપ કોર્પોરેટરના પુત્રએ જીવન ટુંકાવ્યું, દોઢ વર્ષની દીકરીએ છત્રછાયા ગુમાવી

PC: divyabhaskar.co.in

રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે ગ્રીન પાર્ક 1માં રહેતા વિનોદ સોરઠિયાના પુત્ર વિશાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. વૉર્ડ નં.11ના કોર્પોરેટરના પુત્રએ આત્મહત્યા કરી લેતા સમગ્ર કોર્પોરેટર લોબીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિનોદભાઈ પહેલી વખત ભાજપમાંથી ચૂંટાયા છે. એના પુત્ર વિશાલે ઘરના બાથરૂમમાં ફૂવારા સાથે દોરી બાંધીને જીવન ટૂંકાવ્યું છે.

દીકરાએ ભરેલા આ પગલાંને કારણે પરિવારને મોટો આઘાત લાગ્યો છે. વિશાલના મોટાભાઈએ એનો મૃતદેહ લટકાતો જોયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ખસેડીને તપાસ શરૂ કરી દીધી છે. વિશાલ સવારે ન્હાવા માટે બાથરૂમમાં ગયો હતો. પણ મોડે સુધી તે બહાર ન આવતા મોટાભાઈએ દરવાજો ખખડાવ્યો હતો. પણ દરવાજો ન ખુલતા અનેક આશંકા ગઈ હતી. બે વાર એમને બુમ પણ પાડવામાં આવી હતી. પણ સામેથી કોઈ પ્રકારનો જવાબ મળ્યો ન હતો. પછી પુશ બટન ધરાવતો દરવાજો ખોલીને જોતા ફુવારામાં એનો મૃતદેહ લટકી રહ્યો હતો. એકાએક બૂમો પાડતા અન્ય પરિવારજનો પણ એકઠા થઈ ગયા હતા. 108ને જાણ કરતા ટીમ દોડી આવી હતી. પણ 108માં રહેલા વિશાલે મતૃદેહને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ પરિવારમાં એકાએક માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર કેસની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, આત્મહત્યા કરનાર વિશાલ ત્રણ બહેન અને બે ભાઈઓમાં બીજો હતો. લોખંડની કારખાનું હતું.

સંતાનમાં એને સવા વર્ષની દીકરી છે. સસરા વિશ્રાંતિ સોસાયટી કોઠારિયા રોડ પર રહે છે. પત્ની હાલમાં પીયર ગઈ હતી એ દરમિયાન તેણે આ પગલું ભર્યું હતું. આ સમાચાર મળતા પત્નીને પણ મોટો આધાત લાગ્યો છે. પ્રાથમિક તપાસ કરતા હાલમાં કોઈ કારણ સામે આવ્યું નથી. પરિવારજનો પણ આ અંગે કે કોઈ વિષય મુદ્દે જાણતા નથી. યુવાન દીકરાની આત્મહત્યાથી પિતા પણ આઘાતમાં સરી પડ્યા છે. શું બાબત બની હતી અને ક્યા મુદ્દાઓ જોડાયેલા છે એ અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જોકે, હાલમાં પરિવારજનોમાંથી કોઈએ આ મુદ્દે સ્પષ્ટતા કરી નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp