રાજકોટમાં ₹ 1195 કરોડ ખર્ચે AIIMSનું નિર્માણ થશે, કેબિનેટની લીલીઝંડી મળી

PC: dailyexcelsior.com

કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં 2 અને ગુજરાતમાં એક એઈમ્સનું નિર્માણ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આધારભૂત સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જમ્મુમાં સંબા સ્થિત વિજયનગરમાં 1661 કરોડ રુપિયાના રોકાણથી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ)ની સ્થાપના કરવામાં આવશે. આ સિવાય પુલવામાના અવનતીપુરામાં 18.28 કરોડના ખર્ચે બીજી એક એઈમ્સ બનાવવામાં આવશે.

જો ગુજરાતની વાત કરવામાં આવે તો, સૌરાષ્ટ્રના રાજકોટમાં 1,195 કરોડ રુપિયાના ખર્ચે એઈમ્સનું નિર્માણ કરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે, આ ત્રણ AIIMSને મંજૂરી મળવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદ્રષ્ટિને દર્શાવે છે. તે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની ભાવનાને દર્શાવે છે.

તેમે વધુમાં જણાવ્યું કે. વડાપ્રધાનના વિકાસ પેકેજ અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં 2 એઈમ્સની જાહેરાત કરી હતી. જ્યારે નાણાંમંત્રીએ પોતાના ગત બજેટમાં ગુજરાતમાં એઈમ્સ બનાવવાની જાહેરાત કરી હતી.

નડ્ડાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આ તમામ એઈમ્સના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઉત્તમ સુવિધા આપવાનો અને મોટી માત્રામાં ડોક્ટરો તૈયાર કરવાનો છે. આ એઈમ્સમાં 1500 ઓપીડી અને દરરોજ 1000 દર્દીઓને સારવાર આપવાની સુવિધા હશે. તમામ કોલેજોમાં 750 બેડ, 15-20 સુપર સ્પેશલિટી વિભાગ, 100 MBBS બેઠકો અને 60 BSC (નર્સીંગ)ની બેઠકો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp