ભાયાવાદર આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાઓ માટે કેમ્પ યોજાયો

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાહબરી અતર્ગત ગુજરાત સરકાર દ્વારા લોકોની આરોગ્ય અને સુરક્ષિતતા બાબતે વિશેષ ખેવના રાખવામાં આવી રહી છે. ખાસ કરીને માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરને ઘટાડવા અર્થે હેલ્થ સેન્ટર ખાતે સારવાર, માર્ગદર્શન તેમજ જનજાગૃતિ વધે તે માટે વિશેષ કેમ્પોનું આયોજન કરી રહી છે. આરોગ્યલક્ષી કામગીરીમાં જી.વી.કે., ઈ.એમ.આર.આઈ. સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી 108 તેમજ ખિલખિલાટ પણ ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ રહી છે.

ઉપલેટા તાલુકાના ભાયાવાદર ગામે સી.એચ.સી. હોસ્પિટલમાં સગર્ભા માતાઓ માટે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભાયાવાદર સી.એચ.સી. ના મેડિકલ ઑફિસર ડૉ. નિશિથ કરડાની અને સી.એચ.સી. ભાયાવાદરના સ્ટાફની મદદથી સગર્ભા મહિલા ચેકઅપ કેમ્પમાં 145 મહિલાઓની તપાસ અને જરૂરી માર્ગદર્શન પુરૂં પડાયું હતું.

જીવીકે ઈ.એમ.આર.આઈ. સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી 108 તેમજ ખિલખિલાટ વેન દ્વારા 72 સગર્ભા મહિલાઓને તેમના ઘરેથી હેલ્થ સેન્ટર તેમજ પરત ઘરે સલામત પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યમાં વેનના કેપ્ટન જગદીશ ભાઈ અને રવીરાજસિંહએ ખીલખીલાટની મદદથી સગર્ભા માતાઓને ઘરેથી લાવવા અને મુકવાની વ્યવસ્થા સુપેરે બજાવી હતી.

સગર્ભા માતાઓને હોસ્પિટલમાં મદદ માટે ભાયાવાદર તથા આજુબાજુના આશા વર્કર્સ બહેનો હોસ્પિટલમાં હાજર રહીને માતાઓને મદદ કરી હતી તેમ 108, રાજકોટના કોર્ડીનેટર વિરલ ભટ્ટે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp