જામનગરમાં હોસ્પિટલ નજીક મેડિકલ સ્ટોર બન્યો બિયર બાર!

PC: ultimatefmonline.com

જામનગરના ઓશવાળ હોસ્પિટલ નજીકમાં આવેલી મીરા મેડિકલ સ્ટોરમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર પોલીસે છાપો મારીને બે નબીરાઓને ઝડપી લીધા હતા. પોલીસે ઝડપેલા બે પૈકી એક તલાટી હોવાનું જાણવા મળે છે. મેડિકલ સ્ટોરમાં દારૂની મહેફિલ માણતા બે શખ્સો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.  

પ્રાપ્ત માહિતી અનુસાર મીરા મેડિકલ સ્ટોરમાં જતીન અને તેમના પરિચીત દારૂની મહેફિલ માણતા હતા. દરમિયાન પોલીસે છાપો મારતા મહેફિલમાં ભંગ પડ્યો હતો. પોલીસે જતીન ભરતભાઈ અને દેવાંશુ કિશોરભાઈ દવેને ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી દારૂની બોટલ પણ જપ્ત કરવામાં આવી હતી. મેહિકલ સ્ટોરમાં બે શખ્સો દારૂની મહેફિલ માણતા ઝડપાતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

દારૂ પીતા ઝડપાયેલા આરોપીઓ પૈકી એક તલાટી કમ મંત્રી હોવાનું જાણવા મળે છે. જેથી આ કેસને દબાવવાના પણ પ્રયાસ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બન્ને શખ્સો વિદેશી દારૂની બોટલ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા તેની પોલીસે તપાસ આરંભી છે. તેમજ બન્ને આરોપીઓને તપાસ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp