છબીલ પટેલે કહ્યું પોલીસને તપાસમાં સહકાર આપીશ, પરંતુ પોલીસે કોર્ટમાં શું કહ્યું

PC: Youtube.com

જયંતી ભાનુશાળી કેસના આરોપી અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ વિદેશથી પરત આવ્યા બાદ પોલીસ સામે હાજર થશે અને પોલીસને તપાસમાં સહકાર આપશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ આ કેસની તપાસ કરી રહેલી રેલવે પોલીસે કોર્ટને જણાવ્યું કે છબીલ પટેલ તપાસમાં સહકાર આપતા નથી અને તેઓ મળી આવતા નથી, માટે તેમનું વોરંટ આપવામાં આવે પોલીસે રજૂ કરેલા દસ્તાવેજો અને પોલીસ તપાસના કાગળો જોયા બાદ બચાવો કોર્ટે CRPC 70 વોરંટ રેલવે પોલીસને સુપ્રત કરી છે. હવે આ વોરંટના આધારે દેશભરમાં ફરાર થયેલા છબીલ પટેલની શોધ કરવામાં આવશે આ ઉપરાંત તમામ એરપોર્ટને પણ તેની જાણ કરવામાં આવશે.

તારીખ 7 જાન્યુઆરીના રોજ કચ્છથી અમદાવાદ આવી રહેલી સયાજી એક્સપ્રેસ ટ્રેન જયંતી ભાનુશાળીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલે ભાનુશાળી પરિવાર દ્વારા છબીલ પટેલ તેમના સાગરીતો સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ ચાર દિવસ પહેલાં જ છબીલ પટેલ વિદેશ ચાલ્યા ગયા હતા. આ મામલે તપાસ કરી રહેલા ખાસ તપાસ દ્વારા આ હત્યા છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી કરાવી હોવાનું ઘટસ્ફોટ કરી બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસના આરોપી છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી સહિતના આરોપીઓને શોધવા પોલીસે સંખ્યાબંધ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ આરોપીનો પત્તો લાગ્યો ન હતો.

આ મામલે રેલવે પોલીસ દ્વારા છબીલ પટેલના વોરંટની માગણી કરવામાં આવી હતી. આ મામલે ચુકાદો આપે તે દિવસ અગાઉ છબીલ પટેલ ઓડિયો ક્લિપ પોતે પોલીસ સામે હાજર થવા માગે છે અને પોલીસની તપાસમાં સહકાર આપશે. તેવો દાવો કર્યો હતો પરંતુ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે છબીલ પટેલ મળી આવતા નથી, તપાસમાં સહકાર આપતા નથી જેના કારણે કોર્ટે છબીલ પટેલની શોધ માટે વોરન્ટ આપ્યું છે. હવે જો છબીલ પટેલ ના મળી આવે તો ભાગેડુ જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp