જર્જરિત સરકારી શાળાઓમાં જીવના જોખમે ભણી રહ્યા છે ગુજરાતના બાળકો

PC: yoututbe.com

સુરતમાં આગની ઘટનામાં 22 બાળકોના જીવ ગયા પછી તંત્ર દ્વારા ખાનગી શાળાઓ પર કાર્યવાહી કરીને કેટલીક શાળાઓમાં ડિમોલીશન કરવામાં આવ્યું હતું. તો કેટલીક શાળાઓને સીલ કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ચેકિંગની કોઈપણ પ્રક્રિયા કરવામાં આવતી નથી. એક તરફ સરકાર ગુજરાતના બાળકોને ભણાવવાની વાત કરે છે.

ગુજરાતના બાળકોને ભણવું છે. પણ ભણે તો કેવી રીતે ભણે. કારણ કે, ગુજરાતમાં કેટલીક સરકારી શાળાઓ એવી છે કે, જેમાં છત પરથી સ્લેબના પોપડા પડે છે. શાળાઓના મકાન વર્ષો પહેલા બનેલા હોવાથી તે જર્જરિત થઈ ગયા છે. જેના કારણે કેટલાક ગામડાંઓમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગામના મંદિરમાં અથવા તો ભાડાના મકાનમાં અભ્યાસ કરાવે છે. આજે અમે એક આવી જ શાળાની વાત કરવાના છીએ.

એક રીપોર્ટ અનુસાર, પોરબંદરના શ્રીનગર ગામમાં આવેલી સરકારી શાળા એટલી જર્જરિત થઈ ગઈ છે કે, ક્યારે ભણતા વિદ્યાર્થીઓ પર પોપડા પડે તેનું નક્કી નથી. શાળાની છતમાંથી ટપકતું પાણી બાળકોના ચોપડાઓ ભીંજવી રહ્યા છે. શાળામાં પંખાની હાલત એવી થઇ ગઈ છે કે, ગમે ત્યારે પડી શકે છે અને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકી શકે છે. શાળાની હાલત એટલી બિસ્માર છે કે, એક પણ જગ્યા તિરાડ વગરની નહીં હોય.

બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાલીઓએ શાળાની તાળાબંધી કરી હતી. શાળાની બહાર ઊભેલા વાલીઓમાં આક્રોશ જોઈને શાળાના આચાર્ય દ્બારા પોલીસને જાણ કરાતા પોલીસ શાળા પર પહોંચી હતી અને મામલો થાળે પડ્યો હતો, વાલીઓના આક્રોશ પછી શિક્ષણ અધિકારો ઊંઘમાંથી જાગ્યા હતા અને જર્જરિત થયેલા ઓરડાનું ડિમોલિશન કરીને વહેલામાં વહેલી તકે નવા ઓરડા બનાવવાની બાહેંધરી ગામ લોકોને આપી હતી.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા દાહોદના લીલવાદેવા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં જે સમયે બાળકો અભ્યાસ કરતા હતા તે સમયે અચાનક સ્લેબના પોપડા પડ્યા હતા. આ સ્લેબના પોપડા વિદ્યાર્થીઓ પર પડતા ધોરણ 4ના 4 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ બાળકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધારે સારવાર માટે લીમડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ થવા પામી હતી અને ત્રણ વિદ્યાર્થીઓને માથાના ભાગે ઈજા થાવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp