બાળવીરઃ કોરોના સામે આ રીતે બાળવીરો કરી રહ્યા છે પોતાના પરિવારજનોની રક્ષા

PC: divyabhaskar.co.in

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાને કારણે દહેશતનો માહોલ છે ત્યારે ઘરમાં રહેલા બાળકો પોતાના સ્વજનો પ્રત્યે જાગૃતિ દાખવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોને બાળરક્ષક તરીકે બિરદાવ્યા છે. રાજકોટ શહેરમાં આવેલા ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી એક બાળાએ તેના પિતા ઘરની બહાર ન જાય એ માટે કાર અને બાઈકની ચાવી પોતાની પાસે છુપાવીને રાખી દીધી હતી. જ્યારે દીવ નજીક આવેલા ઊના શહેરમાંથી ધો.4માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સિલાય મશીન પર લોકો માટે માસ્ક તૈયાર કરી રહ્યો છે.

દરેક પરિવારમાં બાળકોની ચિંતા કરવામાં આવતી જ હોય છે પણ રાજકોટ અને ઊનામાંથી બાળકો બીજા લોકોની ચિંતા કરે છે એવો કિસ્સો સામે આવ્યો છે. બાળકો પણ સ્વબચાવ કરીને કોરોના સામેના જંગમાં જોડાયા છે. આ ઉપરાંત તેઓ ઘરની આસપાસમાંથી આંટાફેરા કરતા લોકોને ઘરની બહાર ન નીકળવાનો સંદેશ આપે છે. હવે ખરેખર સમજવા જેવું છે કે, બાળકો મોટેરાઓને સાચી શીખામણ આપી રહ્યા છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી જીયા શાહે જણાવ્યું કે, મે મારા ઘરથી એક શરૂઆત કરી છે જેથી લોકો પોતાના ઘરમાં બેસી રહે. મારા પિતા ઘરની બહાર જશે અને પરત આવશે તો કોરોના ઘરમાં આવશે.આ માટે પિતા બહાર ન જાય એ માટે કારની અને બાઈકની ચાવી મેં સંતાડી દીધી છે.

જ્યારે ઊનામાં રહેતા જેનિલ નામનો વિદ્યાર્થી સિલાય મશીન પર બેસીને લોકો માટે માસ્ક તૈયાર કરી રહ્યો છે. આ માસ્ક તે ગરીબ અને નિરાધાર પરિવારજનોને આપી રહ્યો છે. આ સાથે તે કહે છે કે, વધુને વધુ લોકો ઘરમાં રહે અને માસ્ક બાંધે. હાલ શાળા બંધ છે ત્યારે તેઓ ઘરમાં બેસીને વિવિધ પ્રવૃતિઓ કરી રહ્યા છે. મોબાઈલ પર ગેમ રમવા સિવાય પણ તેઓ ઘરમાં રહીને ઓનલાઈન માઘ્યમથી ઘણું બધું શીખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp