આરોપીને માર ન મારવા ચોટીલાના કોન્સ્ટેબલે માંગ્યા 1 લાખ, ફસાયો ACBના છટકામાં

PC: cardekho.com

એક તરફ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરે છે. પરંતુ અવારનવાર સરકારી અધિકારી કે, કર્મચારીઓ લાંચ લેતા ACBના છટકામાં પકડાઈ જાય છે. ત્યારે વધુ એક સરકારી કમર્ચારી એક લાખ રૂપિયાની લાંચ લેતા ACBના હાથે પકડાયો છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે દારૂની હેરફેર કરતા એક ઇસમની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને માર ન મારવા માટે એક લાખ રૂપિયાની લાંચ પકડાયેલા ઇસમના સંબંધી પાસેથી માંગી હતી. સંબંધીએ આ બાબતે ACBને માહિતી આપતા ACBએ કોન્સ્ટેબલને રંગે હાથે પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. જે સમયે આ કોન્સ્ટેબલે એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારી તે સમયે ACBએ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર, ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સોલંકીને દારુની હેરફેરમાં ગુનામાં પકડાયેલા ઇસમના કૌટુંબિક ભાઈએ આરોપીને માર ન મારવા માટે રજૂઆત કરી હતી. તેથી હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સોલંકીએ એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી આરોપીનો સંબંધી હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહને પૈસા આપવા માટે રાજી થઇ ગયો હતો. કોન્સ્ટેબલ ભગીરથસિંહ સોલંકીએ એક લાખ માંગ્યા હોવા બાબતે ફરિયાદ આરોપીના સંબંધી ભાઈએ રાજકોટ ACBને કરી હતી. તેથી ACBના અધિકારીઓએ કોન્સ્ટેબલને રંગેહાથે પકડવા માટે છટકું ગોઠવ્યું હતું.

આરોપીના સંબંધી ભાઈએ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સોલંકીને એક લાખ રૂપિયા આપતાની સાથે જ ACBના અધિકારીઓને લાંચિયા કોન્સ્ટેબલ ભગીરથસિંહને ઝડપી લીધો હતો અને ત્યારબાદ તેની સામે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

તો બીજી તરફ સુરતમાં પણ એક TRBનો જવાન ચાર હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયો છે. સુરતના કોઝવે સીંગણપોર રોડ પર શાકભાજીનું વેચાણ કરતા લોકોની પાસેથી 100 રૂપિયાની માંગણી કરી હતી. એક શાકભાજી વાળાના 100 રૂપિયા આમ તમામ શાકભાજીવાળાઓ પાસેથી 4000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે એક વ્યક્તિએ ACBને માહિતી આપતા ACBના અધિકારીઓને TRBના જવાન રાકેશ યાદવને ચાર હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. આ કાર્યવાહી સુરત ગ્રામ્ય ACB દ્વારા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp