26th January selfie contest

PMની ગરીબો માટે વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્માન ભારત: વિજય રૂપાણી

PC: news24online.com

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે દસ હજારથી વધારે મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાઢવાના એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. કેમ્પમાં હાજરી આપવા આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારે ગરીબ લોકોને ઓપરેશન સમયે અને બીમારી વખતે દવા માટે પૈસાનો ખર્ચ ન થાય તે માટે સરકારે ત્રણ લાખ રૂપિયા રાજ્ય સરકારની યોજના મુજબ અને 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારની યોજના મુજબ ગરીબોને આપવામાં આવે છે.

ગરીબ કુટુંબો આ કાર્ડ પ્રાપ્ત કર્યા પછી તેમના ઘરમાં જ્યારે પણ માંદગી આવે ત્યારે તેમને લાચારી ના કરવી પડે અને કોઈની સામે હાથ ન ફેલાવો પડે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આ યોજના બનાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદીના 54 મહિનામાં શાસનમાં ગરીબો માટે, ગામડાઓ માટે, ખેડૂતો માટે સૌથી વધુ યોજનાઓ બનાવી, તેમાંની સૌથી મોટી યોજના આયુષ્યમાન ભારત છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp