કોંગ્રેસના નગરસેવિકાના પૂત્રએ મહિલાનો હાથ પકડી શું કહ્યું કે પોલીસ પકડી ગઈ

PC: Wikipedia.org

રાજકારણીઓ પોતાના સંતાનોને બેફામ બનવા સામે વાંધો લેતાં હોતા નથી. તેમને નીતિ શું છે અને અનીતિ શું છે તે શિખવાડવમાં આવતું ન હોવાથી અનૈતિક કરતૂત કરતાં રહે છે. વલ્લભીપુર નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ નગરસેવિકા પુની ભુરા ચાડનો પુત્ર ભરત પાટીવાડા વિસ્તારમાં એક મહિલાના ઘરે પહોંચી જઈને મહિલાનો હાથ પકડીને બીભત્સ માંગણી કરી હતી. જે અહીં લખી શકાય તેમ નથી. મહિલાએ ભરતની માંગણીને તાબે થવાના બદલે તેમણે બુમબરાડ કરી હતી. તેથી ભરત ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

મહિલાએ તુરંત પોલીસને ફોન કરીને જાણ કરતાં પોલીસે કોંગ્રેસના નેતાના બગડેલાં પુત્રને પકડી લીધો હતો. જાહેરમાં પોલીસે તેને મેથીપાક આપ્યો હતો. લોકોના ટોળે ટોળા રાજકારણીના પુત્રને જોવા માટે એકઠા થઈ ગયા હતા. કોર્ટ પણ સખત બની હતી અને તેને જામીન આપ્યા ન હતા. ગુજરાતના રાજકારણીઓ હવે એવું સમજવા લાગ્યા છે કે તે જે કહે તે જ કાયદો. તે જે કહે તે જ પ્રજાએ કરવાનું, એવું તે માને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp