કોંગ્રેસ MLA વિક્રમ માડમે કહ્યુ- આહીરની દીકરી મુસ્લિમ સાથે પરણે તો એનો વિરોધ નહિ

PC: abplive.com

અત્યારના સમયે ગુજરાત સરકાર લવજેહાદ વિરોધી કાયદો ઘડવા વિચારણા કરી રહી છે. એવામાં એક રાજકીય નેતાએ ખળભળાટ મચી જાય એવું નિવેદન આપ્યું છે. ખંભાળીયા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે એના વિસ્તારની આહીર યુવતીએ મુસ્લિમ યુવાન સાથે લગ્ન કર્યા છે. એનો વિરોધ ન થવો જોઈએ એવું એમનું કહેવું છે. પંચાયતની ચૂંટણીના પ્રચાર વખતે ભાણવડ ગામના ઢેબર ગામની સભામાં ધારાસભ્ય જે બોલ્યા છે એનો વીડિયો વાયરલ થયો છે.

 

આ વીડિયોમાં તે કહે છે કે, યુવતીએ રાજીખુશીથી લગ્ન કરેલા છે. પરાણે કરેલા હોય તો વિરોધની વાત આવે. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આહીર સમાજનું દિલ દુભાયું છે. સમાજના કેટલાક અગ્રણીઓ કહે છે કે, વિક્રમ માડમે માફી માગવી જોઈએ. જ્યારે આ મુદ્દે વિક્રમ માડમની પ્રતિક્રિયા પૂછવામાં આવી ત્યારે તેઓ બોલ્યા હતા કે, હું મારા બાપની ય ન માગુ. જ્યારે આ અંગે વિરોધ વધારે વકર્યો ત્યારે માડમે સોશિયલ મીડિયા પર માફી માગી લીધી.

જોકે, આ ઘટનાને લઈને જામનગર ABVP શાખા તરફથી ધારાસભ્યને બુદ્ધિ આપો એવા નારા સાથે બુદ્ધિ હવન કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ધારાસભ્ય વિક્રમ માડમ કહે છે કે, લવજેહાદ કેના માટે ભાઈ? શું કામે? આ સૈફઅલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા, જાવ ત્યાં કોઈ રોકવા જાવને..ગરીબનો છોકરો પ્રેમલગ્ન કરે તો એનો વાંધો લેવાનો. અહીં જામનગર પાસે સગપર નાગડા ગામ છે. આખું મુસ્લિમનું ગામ છે. સરપંચ પણ મુસ્લિમ છે. આઘું નથી જવું. જઈને તપાસ કરો.

આઘું નથી જવું. અહીં તપાસ કરો. અમારી આહીરની છોકરીએ એના દીકરા સાથે લગ્ન કર્યા છે. અમને ઘણાએ કહ્યું. મેં કહ્યું એમાં કારણ શું? ખાલી આહીરની દીકરી છે એટલે મુસ્લિમ સાથે લગ્ન ન કરી શકે? છોકરીને ધરાર ઉપાડી ગયો હોય તો આપણે કૈ, છોકરીને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે રીત-રાજી થઈને કર્યા છે. તો એ રહી એ...મસિતિયાની અંદર આહીરની દીકરીએ મુસ્લિમ સાથે લગ્ન કર્યા ત્યારે અમારી નાતના ઘણા લોકો આવ્યા. મેં કહ્યું છોકરીને ક્યાં લગ્ન કરવા એ અઢાર વર્ષની થઈ એ છોકરી નક્કી કરે. એ નક્કી કરવા વાળા આપણે કોણ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp