હેલમેટનો કાયદો પાછો ખેંચવાની માગ સાથે રાજકોટ કોંગ્રેસે લોકો પાસે ભરાવ્યા ફોર્મ

PC: youtube.com

રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી પછી ઘણા લોકો નવા નિયમનો વિરોધ કરી રહ્યા છે. કેટલીક જગ્યાઓ પર તો ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે દંડ ભરવાને લઇને ઘર્ષણ થવાની ઘટનાઓ પણ સામે આવી છે, ત્યારે રાજકોટમાં નવા ટ્રાફિકના નિયમોનો વિરોધ કરવા કોંગ્રેસ ફરી એક વખત મેદાનમાં આવ્યું છે. હેલમેટના નિયમોનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વાહન ચાલકો પાસેથી ફોર્મ ભરાવ્યા હતા અને તેમાં સહી કરાવી હતી.

કોંગ્રેસના આ અભિયાનમાં એક કલાકના જ સમયમાં જ 2,100 વાહન ચાલકોએ ફોર્મ ભરીને ટ્રાફિકના નિયમનો વિરોધ કર્યો હતો. રાજકોટમાં વાહન ચાલકો દ્વારા ભરવામાં આવેલા ફોર્મને સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ આ નિયમને પાછો ખેંચવા માટે માંગ કરવામાં આવશે.

વાહન ચાલકેએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હેલમેટના કાયદાની સિટીમાં જરૂર નથી, હાઈ-વે પર બરાબર છે. બાકી સરકારને જે કરવાનું છે પ્રદૂષણનું અને ધુમાડા બાબતે કઈ વિચાર કરવો જોઈએ. મારે એકવાર દંડ આવ્યો છે અને એટલે હું કાયમી હેલમેટ પહેરું છું એટલે પછી કોઈ પ્રોબ્લેમ નથી આવતો, પરંતુ હેલમેટના કારણે ઘણી તકલીફ સહન કરવી પડે છે.

અન્ય વાહનચાલકે જણાવ્યું હતું કે, આ જે કાયદો બનાવ્યો છે, તેમાં આ બધા મોટા મોટા અધિકારી અને મંત્રીઓ તેમના ઘરના સભ્યોને કહો કે, એક દિવસ હેલમેટ પહેરીને બહાર નીકળો એટલે ખબર પડશે. GST, નોટબંધી અને આ કાયદાઓ વચ્ચે પ્રજા ભય નીચે જીવી રહી છે.

કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું કે, અમારી આ ઝુંબેશને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો સ્વયંભૂ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને ફોર્મ ભરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. લોકોએ જાતે ઊભા રહીને ફોર્મમાં કેટલાક સ્લોગનો પણ લખ્યા છે. એક કલાકના સમયમાં 2,100 જેટલા ફોર્મ ભરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp