ગુજરાતના આ જિલ્લાઓમાં રાત્રે તીડ નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી

PC: scroll.in

તીડ નિયંત્રણ કામગીરી રાજસ્થાનના 09 જિલ્લા જૈસલમેર, બાડમેર, જોધપુર, બિકાનેર, ચુરુ, નાગૌર, હનુમાનગઢ, ઝાલોર અને સિરોહીના 34 સ્થળોમાં તથા ગુજરાતનાં કચ્છ જિલ્લાઓમાં 02 સ્થળો પર હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી એલસીઓએ 30-31 જુલાઈ, 2020ની રાત્રે તીડ અને એના ઝુંડ સામે હાથ ધરી હતી. આ ઉપરાંત હરિયાણાના રાજ્ય કૃષિ વિભાગે પણ 30-31 જુલાઈ, 2020ની મધરાત્રે ભિવાની જિલ્લામાં 1 સ્થળ પર નિયંત્રણ કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી તીડના નાનાં ઝુંડ અને છૂટાંછવાયા તીડો સામે હાથ ધરવામાં આવી હતી.

11 એપ્રિલ, 2020થી શરૂ કરીને 30 જુલાઈ, 2020 સુધી આ નિયંત્રણ કામગીરી રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં તીડ સર્કલ ઓફિસો (એલસીઓ)એ 2,26,979 હેક્ટર વિસ્તારમાં હાથ ધરી છે. 30 જુલાઈ, 2020 સુધી નિયંત્રણ કામગીરી રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હરિયાણા, ઉત્તરાખંડ અને બિહારની રાજ્ય સરકારોએ 2,29,582 હેક્ટર વિસ્તારમાં હાથ ધરી છે.

અત્યારે રાજસ્થાન અને ગુજરાત રાજ્યોમાં સ્પ્રે વ્હિકલ્સ સાથે 104 નિયંત્રણ ટીમો તથા કેન્દ્ર સરકારના 200થી વધારે અધિકારીઓ તીડ નિયંત્રણ કામગીરીઓમાં સંકળાયેલા છે. વળી રાજસ્થાનમાં ઊંચા વૃક્ષો પર તીડોના અસરકારક નિયંત્રણ માટે રાજસ્થાનમાં બાડમેર, જૈસલમેર, બિકાનેર, નાગૌર અને ફાલોડીમાં 15 ડ્રોન સાથે 5 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે તથા પહોંચી ન શકાય એવા વિસ્તારોમાં જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં જરૂરિયાત મુજબ અનુસૂચિત રણ વિસ્તારમાં ઉપયોગ કરવા માટે બેલ હેલિકોપ્ટરનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. ભારતીય વાયુદળ મિ-17 હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને તીડવિરોધી કામગીરીમાં પણ મદદ કરે છે.

ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર અને હરિયાણા રાજ્યોમાં પાકને મોટું નુકસાન થયું નથી. જોકે રાજસ્થાનના કેટલાંક જિલ્લાઓમાં પાકને આંશિક નુકસાનના અહેવાલો મળ્યાં છે. આજે (31.07.2020)ના રોજ રાજસ્થાનના જૈસલમેર, બાડમેર, જોધપુર, બિકાનેર, ચુરુ, નાગૌર, હનુમાનગઢ, ઝાલોર અને સિરોહી જિલ્લાઓમાં, હરિયાણાના ભિવાની જિલ્લામાં અને ગુજરાતના કચ્છ જિલ્લામાં અપરિપક્વ ગુલાબી તીડોના ઝુંડ, પુખ્ત પીળા તીડો અને/અથવા તીડ સક્રિય છે.

  1. તીડ મૃત્યુદર, સાવરિજ, તાલુકો ફાલોડી, જોધપુર, રાજસ્થાન
  2. તીડ મૃત્યુદર, ગુનેરી, તાલુકો કચ્છ, ગુજરાત
  3. ગુદિયા, તાલુકો નોહર, હનુમાનગઢ, રાજસ્થાનમાં LWO કામગીરી
  4. જેલૂ, તાલુકો તિનવારી, જોધપુરમાં ડ્રોન સક્રિય
  5. તીડ મૃત્યુદર, રામપુરા, તાલુકો સેદવા, બાડમેર

ખાદ્ય અને કૃષિ સંસ્થાએ 21.07.2020ના રોજ તીડ વિશે આપેલી જાણકારી સંકેત આપે છે કે, આગામી અઠવાડિયામાં આફ્રિકાના તીડના ઝુંડના સ્થળાંતરણનું જોખમ છે. સોમાલિયામાં તીડોનાં ઝુંડ ઉત્તરમાંથી પૂર્વ તરફ આગળ વધી રહ્યાં છે અને હિંદ સમુદ્રમાંથી ભારત-પાકિસ્તાનની સરહદ સુધી આ મહિનાના બાકીના ગાળામાં મર્યાદિત સંખ્યામાં તીડોના ઝુંડ સ્થળાંતરિત થઈ શકે છે.

દક્ષિણ-પશ્ચિમ એશિયન દેશો (અફઘાનિસ્તાન, ભારત, ઇરાન અને પાકિસ્તાન)ના રણના તીડ પર સાપ્તાહિક વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન એફએઓએ કર્યું છે. અત્યાર સુધી દક્ષિણ પશ્ચિમ એશિયન દેશોના ટેકનિકલ અધિકારીઓની 16 વર્ચ્યુઅલ બેઠકો યોજાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp