વાયુને કારણે સ્થળાંતરિત કરાયેલા લોકોની મદદે આવી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ

PC: ytimg.com

વાયુ વાવાઝોડાની અસર પોરબંદરના દરિયામાં જોવા મળી રહી છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વાયુ વાવાઝોડું મોડી રાત્રે પોરબંદરના દરિયા કિનારા સુધી પહોંચી શકે છે. જેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પોરબંદરના 18 જેટલા ગામડાંના 36 હજાર લોકોનુ સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પોરબંદર શહેરમાંથી 800 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ લોકોના રહેવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા તંત્ર દ્બારા કરવામાં આવી રહી છે. આ વાવાઝોડાના પગલે લોકોની મદદ માટે રાજ્યની અલગ અલગ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. આ સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત લોકોને સમયસર અને પૂરતું ભોજન મળી રહે તે માટેની અલગ-અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

એક રીપોર્ટ અનુસાર, પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં સંતો અને હરીભક્તો દ્વારા અસરગ્રસ્ત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અંદાજિત 500 જેટલા લોકોને રોજ ત્રણ ટાઈમ ભોજન કરાવવાની સ્વામિનારાયણ ગુરુકુળના સંતો અને હરીભક્તો દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે.

ગુરુકુળના સ્વામીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તંત્રની સાથે સંકલન કરીને સ્વામિનારાયણ ગુરુકુળ પોરબંદર દ્વારા જે સ્થળાંતર કરાયેલા લોકો છે, તેમને પોતાની મુળ જગ્યા પર પ્રસ્થાપિત કરવામાં ન આવે ત્યાં સુધી સવાર, બપોર અને સાંજ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા રોટલી, શાક, કઢી, ખિચડી જમાડવામાં આવશે. 400થી 500 માણસો માટે ત્રણથી ચાર દિવસ ચાલે તેટલા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમના માટે બે હજાર જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવશે અને તેનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા વહિવટી તંત્ર જેમ આદેશ આપશે તેમ વધારે ફૂડ પેકેટ બનાવીને તેમાં પણ અમે મદદરૂપ બનીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp