વેરાવળના 200 માછીમાર પરિવારોએ સ્થળાંતર ન કરવાની જીદ પકડી, તંત્ર મૂંઝવણમાં

PC: youtube.com

ગુજરાતના દરિયા કિનારા પર અવેલા કેટલાક ગામડાંઓમાં વાયુ વાવાઝોડાને કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. વાયુના કારણે લોકોનું સ્થળાંતર પણ તંત્ર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. સ્થળાંતર સાથે લોકોના ખાવા-પીવા અને રહેવાની વ્યસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ દરિયા કિનારાઓ પર NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

તંત્ર દ્વારા પોરબંદરમાં માધવપુરમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. માધવપુરમાં NDRFની ટુકડીની સાથે પોલીસના જવાનોને સાથે રાખીને લોકોને સજાવવામાં આવી રહ્યા છે અને તેમને રાહત છાવણી સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ રાહત છાવણીમાં આશરો લેનારા લોકોને રહેવાની, જમવાની અને પીવાના પાણીની પણ વ્યસ્થા કરવામાં આવી છે.

જ્યારે NDRFની ટીમ અને પોલીસ વેરાવળના ઝાલેશ્વર વિસ્તારમાં રહેતા માછીમારોનું સ્થળાંતર કરાવવા માટે પહોંચી હતી, ત્યારે ત્યાંના લોકોએ સ્થળાંતર કરવાની ના પાડી દીધી હતી. આ સ્થળ પર અંદાજિત 200 જેટલા પરિવારો વસવાટ કરે છે અને આ લોકો જે સ્થળ પર રહે છે, તે સ્થળ દરિયાની ખૂબ જ નજીક છે. સ્થાનિક માછીમારોનું કહેવું છે કે, તેઓ પોતાના ઘર અને બોટ મુકીને કશે પણ જશે નહીં.

સમગ્ર મામલે NDRFના અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે આ લોકોને સ્થળાંતર કરવા માટે સમજાવી રહ્યા છીએ. અહીંથી 200 મીટરના અંતરે પાકા મકાનો અને શાળાઓમાં આ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અહીંના લોકો કહી રહ્યા છે કે, કંઈ પણ થઇ જાય પણ અમે અહીં જ રહીશું. ત્યારે અમે લોકો કલેક્ટર સાહેબના સંપર્કમાં છીએ અને આ લોકોને સ્થળાંતર કરવા માટે સમજાવી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp