સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશનના લોકાર્પણના ગણતરીના કલાકોમાં થઈ તોડફોડ

PC: youtube.com

ગુજરાતમાં હવે અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિન પ્રતિદિન સતત વધી રહ્યો છે. કારણ કે, મારામારી, હત્યા, લૂંટ જેવા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કાયદો અને વ્યસ્થાની સ્થિતિ કથળી રહી છે અને આરોપીઓને હવે પોલીસને ડર રહ્યો જ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે, સુરેન્દ્રનગરમાં જે બસ સ્ટેશનનું લોકાર્પણ થયાને 24 કલાક નથી થયા અને તે બસ સ્ટેશનમાં અસામાજિક તત્ત્વો તોડફોડ કરીને સરકારી મિલકતને નુકશાન કરીને ફરાર થઇ ગયા. પોલીસને પણ નથી જાણવા મળ્યું કે, કોના દ્વારા બસ સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી છે.

એક રીપોર્ટ અનુસાર ગઈ કાલે સુરેન્દ્રનનગરમાં બનેલા લખતર બસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. ગામ લોકોની માગ અને આંદોલન પછી સરકાર દ્વારા બે કરોડ રૂપિયાના ખર્ચે લખતરનું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતુ.

ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સૌરાષ્ટ્રના મોરબી, દામનગર, ગીરગઢડા, બગસરા, ધ્રાંગધ્રા અને લખતર આ છ બસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. ત્યારે લોકાર્પણના થયાના ગણતરીના કલાકો પછી મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્ત્વોએ બસ સ્ટેશનમાં નુકશાન કર્યું હતુ અને કાચ તોડીને ફરાર થઈ ગયા હતા.

સવારે જ્યારે વોચમેન બસ સ્ટેશનનું પર આવ્યો તેને તોડફોડના દૃશ્યો જોઈને સમગ્ર ઘટનાનું પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને અસામાજિક તત્ત્વો સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ કરી રહી છે. આ બસ સ્ટેશનનું કાલે જ લોકાપર્ણ થયું હોવાના કારણે તેમાં CCTV કેમેરા લગાડવામાં આવ્યા ન હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp