દરબારોનું પોલીસે સરઘસ કાઢ્યું તેમાં વાંધો ક્યાં પડ્યો? જાણો સાચું કારણ શું છે?

PC: khabarchhe.com

ભાવનગરના વલ્લભીપુરના પચ્છેગામમાં તાજેતરમાં ભાવનગરના આરઆર સેલ દ્વારા ગામની સીમમાં જુગાર રમતા કેટલાક લોકોને પકડી તેમની સામે કેસ કર્યો હતો પરંતુ હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. આ ગુનામાં પકડાયેલા તમામ દરબાર જ્ઞાતિના હતા. તેમને પોલીસે ગુનો નોંધ્યો અને માર્યા તેમાં પણ વાંધો ન હતો પરંતુ પોલીસ દ્વારા કેટલાક ચોક્કસ વિસ્તારમાં આરોપીનું સરઘસ કાઢ્યું તેની સામે તેમનો વાંધો હતો, જેના કારણે હવે દરબારો જીદ્દે ચઢ્યા છે અને જે પોલીસ અધિકારીએ સરઘસ કાઢ્યું તેની સામે હાઇકોર્ટ સુધી લડી લેવાની તૈયારીઓ શરૂ કરી છે.

સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં આજે પણ દરબારો અને કારડીયા રાજપૂતો વચ્ચે ખટરાગ ચાલે છે જેમાં ભાવનગર પણ બાકાત નથી. થોડા દિવસ પહેલા પોલીસે પચ્છે ગામની સીમમાં રેડ કરી ગામની સીમમાં પત્તા ઉપર જુગાર રમી રહેલા કેટલાક વયોવૃદ્ધો અને યુવાનોને પકડ્યા હતા. આ તમામને પકડી વલ્લભીપુર પોલીસ સ્ટેશન લાવવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જાણે બહુ મોટા ગુનેગાર પકડયા હોય તે રીતે તેમનું ગામના ચોક્કસ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યુ હતું. આ રીતે સરઘસ કાઢવામાં આવતા દરબારો નારાજ થયા હતા અને તેમણે પોલીસ સામે લડી લેવા માટે સંમેલન બોલાવવાની શરૂઆત કરી છે.

દરબારો જુગાર રમતા હતા અને પકડાય અને પોલીસે ગુનો નોંધ્યો તેમની સામે પણ વાંધો ન હતો. જેમણે ગુનો કર્યો છે તેમની સામે પગલા ભરવામાં આવે તેવી પણ તેમની માગણી હતી પરંતુ જાહેરમાં જે વિસ્તારમાં દરબારોને સરઘસ રૂપે ફેરવ્યા તે વિસ્તારમાં કારડીયા રાજપૂતોની વસ્તી વધારે છે. જ્યારે કારડીયા અને દરબારોને ભૂતકાળમાં એકબીજા ઉપર કેસ પણ થયા છે. આ સંજોગોમાં કારડીયાની બહુમતી વિસ્તારમાં દરબારોનું સરઘસ કાઢી પોલીસે દરબારોને કારડીયાની નજરમાં અપમાનિત કર્યા છે, તેવું દરબારો માની રહ્યા છે. આ કારણે હવે દરબારો પણ પોલીસ સાથે સમાધાન કરવાના મુડમાં નથી.

પોલીસે સરઘસ કાઢ્યું તેનો વીડિયો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp