જસદણ તાલુકાના આરોગ્ય અધિકારીની 19 વર્ષની પુત્રીનું ડેન્ગ્યૂથી મોત

PC: youtube.com

રાજ્યમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થતો જાય છે. ડેન્ગ્યૂના રોગને ડામવામાં ક્યાંકને ક્યાંક આરોગ્ય તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ અને જામનગરની સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ અને જામનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દી માટે જેટલા ખાટલા છે, તેના કરતા ડબલ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. આ દર્દીઓની સારવાર કરતા કરતા ડૉક્ટરો પણ ડેન્ગ્યૂની ઝપેટમાં આવી ચૂક્યા છે.

ડેન્ગ્યૂના કારણે ઘણા લોકોના મોત પણ નીપજ્યા છે ત્યારે જસદણના આટકોટમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના અધિકારીની દીકરીનું મોત ડેન્ગ્યૂના કારણે થયું હતું. એક રિપોર્ટ અનુસાર જસદણ તાલુકાના આરોગ્ય અધિકારી અને આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફરજ બજાવતા સુનીલ કુમાર ચૌધરીની સમીક્ષા નામની 19 વર્ષની દીકરીને તાવ આવતા તેનો ડેન્ગ્યૂનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતી આ રિપોર્ટ પોઝીટીવ આવતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ સમીક્ષાનું મોત નીપજ્યું હતું. બે દિવસની સારવાર દરમિયાન સમીક્ષાના તાવમાં સતત વધારો થઇ રહ્યો હતો. સમીક્ષા બે વખત ડેન્ગ્યૂની ઝપેટમાં આવી હતી. પહેલી વાર સારવારના કારણે સમીક્ષા સ્વસ્થ થઇ ગઈ હતી પરતું બીજી વખત તેને ડેન્ગ્યૂ થતા તેનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના થયેલા કમોસમી વરસાદ પછી ડેન્ગ્યૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. આરોગ્ય તંત્ર કહી રહ્યું છે કે, તેમના દ્વારા ડેન્ગ્યૂને ડામવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ડેન્ગ્યૂના વધતા જતા કેસને જોતા એવું લાગી રહ્યું છે કે, આરોગ્ય વિભાગની તપાસમાં ક્યાંકને ક્યાંક ખામીઓ હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp