જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે 9000 લીટર ઓક્સિજન ટેન્કનું લોકાર્પણ

PC: khabarchhe.com

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનિક કક્ષાએ કોરાનાની અદ્યતન સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સારવારની સુવિધાને વિસ્તારવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે સાંસદ પૂનમબેન માડમના હસ્તે જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે 50 લાખના ખર્ચે તૈયાર થયેલ 9 હજાર લીટર ઓક્સિજન ટેન્કનું લોકાપર્ણ રિબીન કાપીને કરવામાં આવ્યું હતું.

ઓક્સિજન ટેન્કના લોકાપર્ણ પ્રસંગે સાંસદએ જણાવ્યું હતુ કે, ખંભાળીયા સિવીલ હોસ્પિટલમાં અત્યારે 110 બેડ ઓક્સિજનના ઉપલબ્ધ છે તેમાં કેટલાક વેલ્ટીનેટર પરના દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂરીયાત હતી અને કેટલાક દર્દીઓને ઓક્સિજના અભાવે દાખલ કરી શકતા ન હતા પરંતુ રાજ્ય સરકારના સતત પ્રયત્નો રહ્યા છે કે ખંભાળીયાની હોસ્પિટલને ઓક્સિજન ટેન્ક મળે. આર.એસ.પી.એલ. કંપની કુરંગા દ્વારા 50 લાખના ખર્ચે 9 હજાર લીટરની ટેન્ક જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવી. તેમજ વધુમાં કહયું હતુ કે ભારત દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો વેક્સીનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત આપના જિલ્લાના લોકો બંને ડોઝ લઇ આપની સુરક્ષા આરક્ષિત કરીયે. તેમજ વધુમાં તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને અપિલ કરીને ગામડાના લોકોને કોરોના વાયરસનું સંક્રમણ દેખાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઇ કોઇ ડર રાખયા વગર જરૂરી ટેસ્ટ કરાવી ધરમાં જ સારવાર લઇએ અથવા નજીકના સારવાર કેન્દ્રમાં દાખલ થઇ સારવાર લેવા અપિલ કરી હતી.

અત્રે નોંધનીય છે કે ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધી 19 હજાર ઓક્સિજની કેપેસીટી હતી તેમાં આજે 9 હજારનો વધારો થયો છે. આ 9 હજાર ઓક્સિજનની ટેન્ક ફકત 7 દિવસમાં ઉભી કરવામાં આવી અને તમામ ખર્ચ કુરંગાની કંપની આર.એસ.પી.એલ. કંપની દ્વારા ઉઠાવામાં આવ્યો છે. આ ઓકસીજન ટેન્કનો વધારો થતા 50 બેડ ઓક્સિજન પણ વધી જશે અને દર્દીઓને વધુ સારી રીતે સારવાર મળી શકશે. અત્યારે હોસ્પિટલ ખાતે સરેરાશ 5થી 7 હજાર લીટરનો ઓકસીજનો પ્રતિદિનનો વપરાશ છે. કોવિડ સેન્ટરમાં 16 ડોક્ટરનો સ્ટાફ સતત દર્દીઓની સેવા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp