પાલિતાણામાં 'વિકાસ' લટકી ગયો, કારણ છે ભાજપના MLAની મનમાની

PC: opencampaign.com

ભાજપના ધારાસભ્યો અહં રાખી લોકોના કામને ધ્યાનમાં લીધા વગર પોતે જે કહે તે જ કરવા હંમેશા આગ્રહ રાખતાં હોય છે. જો તેમનું ધાર્યું ન થાય તો પ્રજાની અવગણના કરે છે. આવું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની હાજરીમાં પાલિતાણાના ભાજપના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ કહી દીધું હતું કે મેં જે કામો સૂચવેલાં છે તે પાલિતાણા તાલુકા પંચાયતે કેમ આયોજનમાં લીધા નથી. તેથી તેમના કામો નહીં થવા દઉં.

ભાવનગર જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલાં પ્રમુખ સંજય સરવૈયાએ પ્રજાના કામ કેમ અટકાવી રાખો છો એમ કહીને ધારાસભ્યની મનમાની સામે આયોજનની બેઠકનો બહિષ્કાર કરીને ત્યાંથી બહાર નિકળી ગયા હતા. આમ ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી જતાં અને ભાજપના ધારાસભ્યનો હઠાગ્રહના કારણે જે પ્લાન હતો તે પડતો મૂકવો પડ્યો હતો. ચૂંટાયેલાં પ્રતિનિધિ વટથી કામ કરી રહ્યાં હોવાથી પ્રજાની પીડા ઘટવાના બદલે વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp