જૂનાગઢમાં દિયરે ભાભીને સળગાવી ત્યાર બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો

PC: sadhguru.org

જૂનાગઢના બીલખામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે, એક દિયરે ભાભીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ભાભી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર મામલે ભાભીએ દેવર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એક રિપોર્ટ અનુસાર રાજ્યના હવે મહિલાઓ કે, યુવતીઓ પોતાના ઘરના સભ્યોથી જ સુરક્ષિત ન રહી હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢના બીલખામાં આવેલા ગૌતમ નગરમાં રહેતી પરિણીતા ઘરે એકલી હતી ત્યારે દિયર પરિણીતા પાસે આવ્યો હતો. પરિણીતાની બેન દિયરને પસંદ હોવાના કારણે તેને પરિણીતાને કહ્યું હતું કે, ભાભી તમારી બહેનની સગાઇ મારી સાથે કરાવો. દિયરની આ વાત સાંભળીને પરિણીતાએ કહ્યું હતું કે, હું આ બાબતે મારા માતા-પિતા સાથે વાત કરીશ. પરિણીતાની માતા-પિતાની સાથે કરવાની વાત સાંભળીને દિયર રોષે ભરાયો હતો અને પરિણીતાને માર મારવા લાગ્યો હતો. 16 ઓક્ટોબરના રોજ દિયરે પરિણીતાને પટ્ટા વડે અને ઢીકા પાટુંનો માર માર્યો હતો.

પરિણીતાને માર મારવાથી સંતોષ ન થતા દિયરે ઘરમાંથી કેરીસીનનું કેન કાઢીને પરિણીતા પર છાંટ્યું હતું અને ત્યારબાદ લાઈટરની મદદથી પરિણીતાને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પરિણીતા દાજી ગઈ હતી. છતાં પણ નરાધમ દિયરે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે પરિણીતાએ તેના દિયર સામે બળાત્કાર અને જાનથી મારી નાંખવાના પ્રયાસ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે નરાધમ દિયર સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp