દિવાળીમાં સૌરાષ્ટ્રવાસીઓ માટે રો-રો ફેરી સર્વિસ શરૂ થશે કે નહીં?

PC: khabarchhe.com

ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં વાહનો અને મુસાફરોનું એક સાથે વહન કરી શકાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રો-પેક્સ ફેરી શરૂ કરવામાં હતી. શરૂઆતમાં ઘોઘાથી દહેજ વચ્ચે દરિયાઈ સફર માણવા માટે મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લોધો હતો. લોકોના સારા પ્રતિસાદના કારણે ઘોઘાથી દહેજ વચ્ચે રોજના 4 ફેરા રો-પેક્સના ફેરીના લાગતા હતા અને આ 4 ફેરા દરમિયાન 1500 મુસાફરો વાહન સાથે રો-પેક્સ ફેરીમાં દરિયાઈ મુસાફરી કરતા હતા પરંતુ આ વર્ષે રો-રો ફેરીને ગ્રહણ લાગી ગયું છે. ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને ડ્રેજીંગ કામગીરીના કારણે અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરવામાં આવી છે.

રો-રો ફેરી સર્વિસ બંધ થવાના કારણે દિવાળીના વેકેશનમાં પોતાના વતનમાં જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ગત વર્ષે આ ફેરીમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતનમાં ગયા હતા પરંતુ હવે તેઓ આ વર્ષે રો-રો ફેરીમાં પોતાના વતનમાં જઈ શકશે નહીં, જેનું મુખ્ય કારણ દહેજના દરીયામાં સમયસર ડ્રેજીંગ ન થવાનું છે. આ સમગ્ર મામલે ભાવનગર અને સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળ દ્વારા દિલ્હીમાં શિપિંગમંત્રી મનસુખ માંડવીયાની મુલાકાત કરવામાં આવી હતી અને આ સેવા તાકીદે શરૂ કરવાની માગ કરી હતી.

GMB દ્વારા જે કંપનીને દરિયામાંથી કાપ કાઢવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તે કંપનીની કામગીરી ધીમીગતિએ ચાલતી હોવાને કારણે ફેરી સર્વિસ બંધ પડી છે. આ સમગ્ર મામલે ધોધ-દહેજ રો-રો ફેરીના પરવાનેદારે એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દહેજ ખાતેથી ડ્રેજીંગ પુરતું નહીં હોવાના કારણે ડ્રાફ્ટ પૂરો મળતો નહોતો. ફેરી સર્વિસ શરૂ કરવા બાબતે તેમને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી, પદેશપ્રમુખ અને GMBના અધિકારીઓનું હકારાત્મક વલણ છે. ટેકનીકલ પ્રશ્નો ઉકેલાય એટલે જહાજ ફરી શરૂ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, શરૂઆતથી જ રો-પેક્સ ફેરીમાં કોઈને કોઈ ખામી સામે આવતા મુસાફરો રો-પેક્સ ફેરીનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. જેના કારણે મુસાફરીની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રો-પેક્સ ફેરીના લોકાર્પણ પહેલા દહેજ બંદરે પોન્ટુનનો ક્લેમ્પ તૂટી ગયો હતો, ત્યારબાદ જહાજને ટગ કરતા સમયે એક બોટ દરિયામાં ડૂબી હતી, આ ઉપરાંત જહાજ દહેજથી ઘોઘા તરફ જઈ રહ્યું હતું, તે સમયે મધદરિયે જહાજમાં ટેકનીકલ ખામીના કારણે જહાજ બંધ પડી ગયું હતુ, ત્યારબાદ જહાજને ટગ કરીને કિનારે લાવવામાં આવ્યું હતુ. હવે ફરીથી અનિશ્ચિત મુદ્દત માટે આ ફેરી સર્વિસ બંધ થતા ભાવનગરના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને તેમને ફરીથી કલાકોનો સમય બગાડીને બસ કે, અન્ય વાહનોની મદદથી ભાવનગરથી સુરત કે, ભરૂચ આવવા માટે કિલોમીટરોનો અંતર કાપવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp