અમદાવાદ બાદ આ શહેરના ડૉક્ટરોએ કહ્યુ- ખેલૈયા પોઝિટિવ આવશે તો ટ્રીટમેન્ટ નહીં કરીએ

PC: news18.com

રાજ્યમાં સતત અને સખત રીતે વધી રહેલા કોરોના વાયરસને કેસને ધ્યાને લઈને ક્યાંય સ્વૈચ્છિક લોકડાઉન તો ક્યાંક મોટા કાર્યક્રમ મોકુફ રાખવા નિર્ણય લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી પણ નવરાત્રીને લઈને કોઈ સચોટ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મહામારીની સ્થિતિ વચ્ચે રાજકોટ શહેરના તબીબોએ નવરાત્રીમાં ગરબા માટેનું કોઈ આયોજન ન કરવા માટે મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરી છે.

આ અંગે હવે રાજકોટના તબિબોએ સોશિયલ મીડિયામાં એક વીડિયો અપલોડ કરી નવરાત્રીમાં ગરબાનું કોઈ આયોજન ન કરવા માટે અપીલ કરી છે. રાજકોટના એક તબીબે કહ્યું કે, જો નવરાત્રીમાં ગરબાનું કોઈ આયોજન થશે અને કોઈ ખેલૈસાઓ પોઝિટિવ આવશે તો અમે એની કોઈ પ્રકારની સારવાર કરીશું નહીં. કારણ કે તેમણે જાણી જોઈને આ પ્રકારની સ્થિતિ ઊભી કરી છે. નોરતામાં ગરબા ન કરવા પાછળનો અમારો હેતું ફેલાઈ રહેલા સંક્રમણને કાબુ કરવાનો છે. ડૉ. સત્યમ વિસપરાએ જણાવ્યું હતું કે, આ વખતે નવરાત્રીનું આયોજન ન થવું જોઈએ. જો આયોજન થશે તો દિવાળી સુધીમાં રાજકોટમાં એક મોટો કોરોના વિસ્ફોટ થશે. સરકારે પણ નવરાત્રીનું કોઈ પ્રકારનું આયોજન ન થાય એ અંગે વિચારવું જોઈએ. જો કોઈ ખેલૈયા સંક્રમિત થશે અને ટ્રિટમેન્ટ માટે આવશે તો અમે કોઈ ટ્રિટમેન્ટ નહીં કરીએ.

ENT સ્પેશ્યાલિસ્ટ ડૉ. હિમાંશુ ઠક્કરે લોકોને અપીલ કરી છે કે, નોરતાનું આયોજન ન કરતા. આ જોખમ લેવા બરોબર છે. રાજકોટમાં અત્યારે ખૂબ જ કેસ વધી રહ્યા છે. અનેક લોકોએ કોરોના વાયરસને કારણે જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ નર્સ અને ડૉક્ટર્સને પણ લાગ્યું છે. જો નોરતાનું આયોજન થશે તો ભીડ ભેગી થશે. ભીડ થશે તો સંક્રમણ વધશે. અત્યારે પણ કેસને મેનેજ કરવામાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તો કોરોનાનો ચેપ ફેલાશે. આપણા પરિવાર અને રાજકોટના સમાજ વિશે વિચાર કર્યો છે એટલે નોરતા ન કરવા માટે અપીલ કરૂ છું. ડૉ. ગૌરાંગ જોષી કહે છે કે, સૌરાષ્ટ્રમાં સૌથી ગંભીર સ્થિતિ રાજકોટની છે. આવનારા સમયમાં રાજકોટને કપરા દિવસો જોવા પડશે. ઘર ઘર સુધી કોરોના સંક્રમણ પહોંચ્યું છે. રાજ્ય સરકાર નવરાત્રી કેન્સલ કરવા અંગે જાહેરાત કરે તો સારૂ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp