પિયાવામાં એક મહિલાએ તેના બે બાળકોને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી

PC: www.siasat.com

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પિયાવા ગામની એક મહિલાએ તેના બે બાળકો સાથે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ મહિલા અને તેના બે બાળકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 6 વર્ષના એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઉપરાંત મહિલા અને એક અન્ય બાળક ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પિયાવા ગામની એક મહિલાએ કોઈ અંગત કારણોસર પોતાના બે બાળકોને ઝેરી દવા પીવડાવી અને ત્યાર બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી ગઈ હતી. ઘટનાની જાણ થતા ગામલોકો મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આ કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલા તેમજ તેના બે બાળકોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયેલા બેમાંથી એક 6 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને માતા તેમજ અન્ય પુત્રની સ્થિતિ વધુ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ તો મહિલાની પૂછપરછ બાદ જ પોલીસને જાણવા મળશે કે મહિલાએ કયા અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરવાનો રસ્તો અપનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp