જય જવાન, જય કિસાન જય વિજ્ઞાન સૂત્ર ખેડૂતે સાર્થક કરી બતાવ્યું

PC: khabarchhe.com

જામનગરના કાલાવડના નિવૃત્ત આર્મી જવાન રમેશભાઈ કુરજીભાઈ પાનસુરીયા 9426988066 એ જય જવાન, જય કિસાનનું લાલબહાદુર શાસ્ત્રીનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. તેઓ પોતે લશ્કલરમાં હતા. પછી ખેડૂત થયા અને 38 જેટલાં સાધનોમાં સશોધનો પણ કર્યાં આમ તેઓ જવાન, કિસાન અને વિજ્ઞાની પણ બન્યાં છે. તેમણે ખેતીમાં વપરાતાં કેટલાંક સાધનો તો એવા બનાવ્યા છે કે જે 15થી 20 વ્યક્તિનું કામ બે વ્યક્તિ કરી શકે છે. ઓછી મજૂરી અને મહેનતે સરળતાથી વધારે કામ કરી શકે તેવા 38 જેટલાં કૃષિ ઓજારો તેમણે વિકસાવ્યા છે. 

રમેશભાઈ 12 વર્ષ સુધી આર્મીમાં હતા. ત્યાં પણ પોતાની જોબ ઓનરશિપથી જ કરતાં હતા. જેના કારણે તેમને યુનો (UNO) માં મોકલવામાં આવ્યા હતા. આર્મીમાંથી નિવૃત્ત થઈને તેઓએ પોતાનો પરંપરાગત ખેતીનો વ્યવસાય કરવા લાગ્યા હતા. તેમણે જોયું કે કેટલાંક સાધનો એવા છે કે જે વધઆરે મહેનતી ઓછું કામ કરે છે. તેથી તેમણે આવા સાધનો ઓળખીને તેમાં સુધારા કર્યા હતા. કોઠા સુઝથી ઓજારો બનાવીને યાંત્રિક ખેતી અપનાવી લીધી. જેનાથી કૃષિ ઉત્પાદન પણ વધારે મેળવેલું છે.

તેમણે મલ્ટી નિંદણ હાથ સાંતી બનાવ્યું છે. જે સાવ નજીક વાવેતર કરેલાં પાકમાં હાથથી ખેંચીને નિંદામણ કરી શકે છે. નિંદામણ સમયે મજૂર દ્વારા પાકને નુકસાન થાય છે તે અટકાવી શકાયું છે. તેથી ઉત્પાદન પણ વધ્યું છે. એક સાથે આઠ લાઈનમાં નિંદામણ થઈ શકે છે. ઘાસ રહેતું નથી. પોઝીશન પ્રમાણે ફેરફાર કરીને જરૂરીયાત મુજબ ઉપયોગમાં લઈ શકાય છે. 15થી 20 વ્યક્તિનું કામ 2 વ્યક્તિ કરી શકે છે. મજૂરી મોંઘી થઈ હોવાથી તે ખેડૂતને સીધો ફાયદો કરાવે છે. કપોટા પલળીને હારના થડીયામાં પડે છે. તેથી છોડને ટેકો મળે છે. છોડ ઢળી પડતાં નથી. જમીન પોચી ને ભરભરી બને છે. મજૂરથી પાક કચડાતો નથી.
રાસાયણિક ખાતરને પાકના મૂળ સુધી પહોંચાડી શકાય તેવું ઓરણી જેવું સાધન બનાવ્યું છે. જેનાથી વધારે કામ થા છે અને ખાતરનો બગાડ અટકાવે છે.

તેમણે આર્મીમાં યુનોમાં જઈને એવોર્ડ મેળવ્યો છે અને ઈનોવેટીવ ખેડૂત તરીકે પણ રાષ્ટ્રીય કક્ષાનો એક અને રાજ્ય કક્ષાનાં 4 એવોર્ડ સાથે કૂલ 28 એવોર્ડ રમેશભાઈએ મેળવેલાં છે. 12 ધોરણ સુધી અભ્યાસ કરેલાં 50 વર્ષના રમેશભાઈને 8 એકર જમીન છે.

જૂનાગઢ અને નવસારી કૃષિ યુનિવર્સિટીમાં તેઓ ઈનોવેટીવ ખેડૂત તરીકે કામ કરે છે. જ્યાં જઈને પોતાના અનુભવો કહે છે. પોતે બનાવેલાં અવનવા સાધનો પણ કૃષિ વિજ્ઞાનીઓને બતાવે છે. વિસ્તરણ અને સંશોધન કાઉન્સીલના સભ્ય પણ છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp