ખેડૂતોએ ધોરાજી સબરજિસ્ટ્રાર ઓફિસનો ફર્નિચર સહિતનો સામાન જપ્ત કર્યો, જાણો કારણ

PC: youtube.com

ધોરાજીમાં જમીન સંપાદનના મામલે ધોરાજી સબરજિસ્ટ્રાર ઓફિસનું ફર્નિચર જપ્ત કરવામાં આવ્યું છે. જમીનનું વળતર ખેડૂતોને ચૂકવવા માટે હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા સમયસર વળતર ન ચુકવાતા મિલકતની જપ્તીનો હુકમ કરવામાં આવ્યો હતો. જેથી જમીન માલિકો દ્વારા સબરજિસ્ટ્રાર ઓફિસનું ફર્નિચર જપ્ત કરવામાં આવ્યું હતું.

એક રિપોર્ટ અનુસાર, જે સમયે ભાદર ડેમ બન્યો તે સમયે જે ખેડૂતોની જમીન ડૂબમાં ગઈ હતી. તે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા વળતરની ચુકવણી કરવામાં આવી હતી. આ જમીન સંપાદન મામલે ખેડૂતોને સરકાર દ્વારા પૂરું વળતર આપવામાં આવ્યું નહોતું. પૂરું વળતર આપવા માટે ખેડૂતો દ્વારા અવાર-નવાર રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની રજૂઆતને ગણકારવામાં આવતી નહોતી એટલા માટે ખેડૂતોએ નાછૂટકે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા હતા.

ખેડૂતોની અરજીને ધ્યાને લઇને હાઈકોર્ટ દ્વારા સરકારને આદેશ કરવામાં આવ્યો હતો કે, ખેડૂતોને 1 મીટરે હજાર રૂપિયાનું વળતર ચુકવવામાં આવે. હાઈકોર્ટની આ સૂચનાની અમલવારી સરકાર દ્વારા ન કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા બીજી વખત ખેડૂતોને વળતર આપવા માટે સરકારીની કચેરીની જંગમ મિલકતને જપ્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના આદેશથી ખેડૂતોએ ધોરાજીની સબરજિસ્ટ્રાર ઓફિસ પર જઈને ત્યાં રહેલા ટેબલ, ખુરશી, કમ્પ્યુટર સહિતની વસ્તુઓ કબજે કરી હતી. સરકારી અધિકારીઓની હાજરીમાં ખેડૂતો દ્વારા રજિસ્ટ્રાર ઓફિસની વસ્તુનો કબજો લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp