પોરબંદરના એક ગામના ઝૂંપડામાં લાગી આગ, ત્રણ બાળકોના કરુણ મોત

PC: news18.com

પોરબંદરના એક ગામમાં મજૂરના ઝુંપડામાં આગ લાગવાની ઘટના બનતા ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા. બાળકોના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

 

રિપોર્ટ અનુસાર પોરબંદર નજીક આવેલા હનુમાનગઢ ગામમાં પરપ્રાંતીય મજૂર પરિવારના ઝુંપડામાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. માતા-પિતા મજૂરી કામ કરવા ગયા હતા, તે સમયે ત્રણ સંતાનો ઝુંપડામાં એકલા હતા ત્યારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ઝૂંપડું બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી થોડી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.


આગની ઘટનાની જાણ ગામ લોકોને થતા લોકોના ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા. લોકોએ ઝુંપડા પર પાણીનો છટકાવ કરીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ઝુંપડામાં રહેલા ત્રણ બાળકોને બાચાવવા માટે સ્થાનીક લોકોએ ઘણા પ્રયાસો શરૂ કર્યા હતા પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનીક લોકોના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. ભારે જાહેમદબાદ ગામના લોકોએ આગ પર કાબુ મેળવીને ઝુંપડાની અંદર રહેલા બાળકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

બાળકો એટલા ગંભીર રીતે દાજી ગયા હતા કે, તેઓ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમને દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે બાળકોને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આગ ક્યા કારણોસર લાગી તે જાણવા મળી શક્યું નથી પરંતુ ત્રણ બાળકો આગમાં ભળથું થતા પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp