જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ સામે RTI કરનાર પર હુમલો

PC: youtube.com

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાની સામે RTI કરનારા એક વ્યક્તિ પર ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. આ વ્યક્તનું નામ રાજેશ ઉર્ફે રાજુ સખિયા છે. ગોંડલની જૂની કોર્ટ વિસ્તારમાં આ હુમલો થયો હતો. જેના કારણે રાજુના હાથમાં ફ્રેકચર થયું છે. રાજુ કોઈ વ્યક્તિ સાથે ગાળાગાળી કરી રહ્યો હોવાની એક ઓડિયો ક્લિપ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ફરી હતી. જ્યારે રાજુ એના મિત્રો સાથે ગોંડલની જૂની કોર્ટ વિસ્તાર હતો ત્યારે સ્કોર્પિયો કારમાં આવેલા ચાર શખ્સોએ હુમલો કર્યો હતો.

આ ચાર શખ્સોમાં પૈકી બે જયપાલભાઈ અને કરણીસેનાના યશપાલસિંહ પણ હતા. આ ચાર શખ્સોએ કહ્યું હતું કે, તું જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સામે કેમ RTI કરે છે. એવું કહ્યા બાદ ભારે પદાર્થ વડે હુમલો કરીને હાથ પગ ભાંગી નાખ્યા હતા. ગોંડલ પોલીસે રાજુની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે. ગોંડલ પોલીસે જયપાલભાઈ સહિત ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધીને કાયદાકીય પગલાં લેવાનું શરૂ કર્યું છે. જ્યારે યશપાલસિંહની પૂછપરછ પણ કરવામાં આવી છે. રાજુ સખિયાને સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડાયા હતા. સ્કોર્પિયો કાર કોની હતી અને અંદર બેઠેલા વ્યક્તિ કોણ હતા એ અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.

આ હુમલાનો ભોગ બનનારા રાજુ સખિયા ગોંડલ નજીકના નાગકડાં ગામના રહેવાસી છે. રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા ખૂન કેસના આજીવન કેદી છે. સરકાર તરફથી તેને અવાર નવાર પેરોલ આપવામાં આવી રહી છે. તેઓ જૂનાગઢ સબજેલમાં રહી મોબાઈલનો ઉપયોગ કરી ધાકધમકી આપી રહ્યો હોવાનું પણ અગાઉ જાણવા મળ્યું હતું. જોકે, ગોંડલમાં જયરાજસિંહ જાડેજા પર અગાઉ પણ ગુનાખોરીની તેમજ હત્યા જેવી ગંભીર કલમ લાગી ચૂકી છે. ફરીથી એમનું નામ સામે આવતા એ જ માહોલની ઠેર ઠેર ચર્ચા થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp