જસદણ ભાજપમાં જૂથવાદ, ભરત બોઘરાના સન્માન સમારોહ અને પોસ્ટરમાંથી બાવળીયા કપાયા

PC: news18.com

ભાજપના નેતાઓ અને મંત્રીઓ પક્ષમાં જૂથવાદ કે, આંતરિક વિખાવાદ ન હોવાનું કહે છે. પણ ક્યારેક ભાજપનો આંતરિક જૂથવાદ અને વિખવાદ જાહેરમાં સામે આવી જાય છે. ત્યારે ફરી એક વખત આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે, જ્યારથી જસદણમાં કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા ત્યારથી ભાજપના નેતા ભરત બોઘરા અને કુંવરજી બાવળીયા વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે.

આ બંને વચ્ચેનો વિખવાદ પોસ્ટવોરમાં પણ સામે આવી ચૂક્યો છે. જ્યાં ભરત બોઘરાનો કાર્યક્રમ હોય ત્યાં કુંવરજીને આમંત્રણ ન હોય અને જ્યાં કુંવરજીનો કાર્યક્રમ હોય ત્યાં ભરત બોઘરાનું નામ લેવાતા આવતું નથી. અગાઉ પણ આવા કિસ્સાઓ સામે ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત ભાજપના બંને દિગ્ગજ નેતાઓ વચ્ચેનો વિખવાદ પોસ્ટર વોર સ્વરૂપે બહાર આવ્યો છે.

રિપોર્ટ અનુસાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા ભરત બોઘરાની નિમણૂક ભાજપના ઉપપ્રમુખ તરીકે કરવામાં આવી છે. જેના લઇને અલગ-અલગ જગ્યા પર ભરત બોઘરાનો સન્માન સમારોહ યોજવામાં આવે છે. ત્યારે જસદણમાં પણ ભરત બોઘરાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ભાજપના અલગ-અલગ આગેવાનો દ્વારા ભરત બોઘરાને અભિનંદન આપવા માટેના બેનરો જાહેરમાં લગાવવામાં આવ્યા છે. ત્યારે કુંવરજી બાવળીયા કે, તેમના કોઈ પણ સમર્થકના આ બેનરમાં ફોટાઓ લગાવવામાં આવ્યા નથી. બેનરોમાં PM નરેન્દ્ર મોદી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા સહિતના નેતાઓને ફોટા મુકવામાં આવ્યા છે. પણ કેબીનેટમંત્રી કુંવરજી બાવળીયાના ફોટાના કાપવામાં આવ્યો છે. મહત્ત્વની વાત છે કે, મંત્રી કુંવરજી બાવળીયા પણ જસદણના જ છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે મંત્રી કુંવરજી બાવળીયા કોંગ્રેસમાં હતા ત્યારે ભરત બોઘરા તેમના હરીફ હતા અને ત્યારબાદ જ્યારે કુંવરજીએ કેસરીયો ખેસ ધારણ કર્યો ત્યારે પણ ભરત બોઘરાએ કુંવરજીને જીતાડવા માટે ખૂબ મહેનત કરી હતી. પણ કુંવરજીની જીત પછી પણ ફરીથી બંનેમાં વિવાદ એમ જ રહ્યો છે. જસદણની પેટાચૂંટણી સમયે તમામ આગેવાનોને લાગી રહ્યું હતું કે, બંને નેતાઓ એક સાથે મળીને કામ કરશે પણ કુંવરજીના જીત્યા પછી ફરીથી બંને વચ્ચે વિખવાદ વધતો ગયો. હાલ પણ જ્યાં કુંવરજીની હાજરી હોય ત્યાં ભરત બોઘરાનું નામ હોતું અને ભરત બોઘરાની હાજરી હોય ત્યાં કુંવરજીનું નામ હોતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp