બોટાદમાં લઠ્ઠાકાંડ, ઝેરી દારૂથી 8ના મોત, અનેક લોકો હોસ્પિટલમાં દાખલ

PC: divyabhaskar.co.in

ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે અને રાજ્ય સરકારની આબરૂના ઘજાગરા ઉડાવી દે તેવી ઘટના બની છે. બોટાદમાં ઝેરી દારૂ પીવાને કારમે 8 લોકોના મોત થયા છે અને કેટલાંકને હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા છે અને તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના બોટાદમાં ઝેરીલો  દારૂ પીવાને કારણે 8 લોકોના મોત થવાને કારણે રાજ્યભરમાં સનસનાટી મચી ગઇ છે. અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે ગુજરાતામાં ફરી એકવાર ઝેરી લઠ્ઠાકાંડ બનશે. પોલીસે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. આ ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું છે અને પોલીસ અને રાજકીય નેતાઓ દોડતા થઇ ગયા છે.

ગુજરાતમાં જયારે દારૂબંધી છે ત્યારે સનસનાટી મચાવતી આ ઘટનાની વિગત એવી છે કે બોટાદના બરવાળાના રોજિંદ ગામે ઝેરી દારૂ પીવાને કારણે ટપોટપ 8 લોકોના મોત થવાના સમાચારે હડકંપ મચી ગયો છે. 5થી વધારે લોકોની હાલત ગંભીર છે. પોલીસ અધિકારીઓનો કાફલો અને એમ્બ્યુલન્સની દોડાદોડી વધી ગઇ છે.

ઘટનાની ગંભીરતા પારખીને તાત્કાલિક DYSPના નેજા હેઠળ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવી છે, જે સરકારને આખી ઘટનાનો રિપોર્ટ આપશે.

જાણવા મળેલી વિગત જે ગામમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે તે ગામ રોજિંદના લોકોએ ગામમાં દારૂનું ચલણ રોકવા માટે પંચાયતને પત્ર પણ લખ્યો હતો, પરંતુ આ વાત પર કોઇ ધ્યાન અપાયું નહોતું. એવું જાણવા મળ્યું છે કે રોંજિદ ગામના લોકોએ જે દારૂ પીધો હતો તે દેશી દારૂ નભોઇ ગામમાંથી મંગાવવામાં આવ્યો હતો.

જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. હાલમાં હોસ્પિટલમાં દાખલ ઘણા લોકોની હાલત નાજુક છે. તેની સારવાર શરૂ કરવામાં આવી છે, પરંતુ હાલત નાજુક છે. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ઝેરી દારૂના કારણે અનેક લોકો હોસ્પિટલમાં દાખલ થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

બોટાદની લઠ્ઠાકાંડની ઘટના ગુજરાત સરકારની મુસીબતમાં વધારો કરી શકે છે. કારણકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે અને વિરોધ પક્ષને સરકારને ભિડવાનો બેઠો મુદ્દો મળી ગયો છે.. આવી સ્થિતિમાં ઝેરી દારૂનો આ મામલો તૂલ પકડી શકે છે.અત્યાર સુધી કોઈ પક્ષે આ મામલે આગળ આવીને પોતાની પ્રતિક્રિયા આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp