26th January selfie contest

સૌરાષ્ટ્રના 3 વોર્ડમાં ભાજપની આખી પેનલની જીત

PC: khabarchhe.com

રાજ્યમાં 21 તારીકે યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. મત ગણતરીની શરૂઆતમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના ભાજપની ત્રણ પેનલનો વિજય થયો છે. ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડમાં 11માં ભાજપના ચારેચાર ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર ભાવના ત્રીવેદી, મીના મકવાણા, મહેશ વાજા અને કિશોર ગુરુમુખાનીનો વિજય થયો છે. આ ઉપરાંત રાજકોટના વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર જયશ્રી ચાવડા, વર્ષા પાંધી, દેવાંગ માંકડ અને નેહલ શુક્લનો વિજય થયો છે. આ ઉપરાંત રાજકોટમાં વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર ડૉક્ટર રાજેશ્રી ડોડીયા, જ્યોત્સના ટીલાળા, ચેતન સુરેજા અને નરેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો છે. ભાવનગરમાં ભાજપની એક પેનલનો વિજય થયો છે અને રાજકોટમાં ભાજપની બે પેનલનો વિજય થયો છે.

સવારે 11.46 કલાક સુધીનું અપડેટ...

23-02-2021 11:46 AM - રાજકોટના વોર્ડ 10મા ભાજપની આખી પેનલની જીત

23-02-2021 11:44 AM - રાજકોટના વોર્ડ 7મા ભાજપની આખી પેનલની જીત

23-02-2021 11:31 AM - જામનગરના વોર્ડ 1મા કોંગ્રેસની પેનલનો વિજય

23-02-2021 11:27 AM - વડોદરાના વોર્ડ 7મા ભાજપની પેનલની જીત

23-02-2021 11:24 AM - સવારે 11 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 73 કોંગ્રેસ 16 સીટ પર આગળ

23-02-2021 11:21 AM - વસ્ત્રાલમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય

23-02-2021 11:15 AM - નિકોલ, ખોખરામાં ભાજપની પેનલની જીત

23-02-2021 11:15 AM - અમદાવાદના ગોતામાં ભાજપની પેનલનો વિજય

23-02-2021 11:14 AM - જામનગરના વોર્ડ 13મા ભાજપના 3 ઉમેદવારની જીત

23-02-2021 10:50 AM - રાજકોટ વોર્ડ નં.7માં ભાજપનો જંગી લીડથી વિજય

23-02-2021 10:44 AM - અમદાવાદના થલતેજ, જોધપુરમાં ભાજપની જીત

23-02-2021 10:43 AM - સવારે 10.45 કલાક સુધીમાં રાજકોટમાં ભાજપ 26 અને કોંગ્રેસ 6 સીટ પર આગળ

23-02-2021 10:43 AM - જામનગરમાં ભાજપ 20 અને કોંગ્રેસ 4 અને અન્ય 4 સીટ પર આગળ

23-02-2021 10:43 AM - ભાવનગરમાં ભાજપ 20 અને કોંગ્રેસ 4 સીટ પર આગળ

23-02-2021 10:40 AM - વડોદરાના વોર્ડ 1મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલની હાર

23-02-2021 10:40 AM - વડોદરાના વોર્ડ 1મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલની હાર

23-02-2021 10:39 AM - અમદાવાદમાં ભાજપ 70 કોંગ્રેસ 16 સીટ પર આગળ

23-02-2021 10:35 AM - વડોદરા વોર્ડ 6મા કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકા પટેલની જીત

23-02-2021 10:34 AM - અમદાવાદના થલતેજમાં ભાજપની પેનલનો વિજય

23-02-2021 10:32 AM - વડોદરાના વોર્ડ 1મા કોંગ્રેસના ઉમેદવારોની જીત

23-02-2021 10:31 AM - વડોદરામાં વોર્ડ 16માં ભાજપના બે ઉમેદવારની જીત, ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત

23-02-2021 10:29 AM - ભાવનગરમાં મતગણતરી કેન્દ્ર બહાર કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો

23-02-2021 10:23 AM - બહેરામપુરા વોર્ડમાં ઓવૈસીની પાર્ટી AIMIM આગળ

23-02-2021 10:03 AM - 576 બેઠકમાં 114 પર ભાજપ આગળ અને 28 પર કોંગ્રેસ આગળ

23-02-2021 10:03 AM - જોધપુર, ગોતા, અસરવા, નિકોલમાં ભાજપ આગળ

23-02-2021 09:59 AM - સવારે 10 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 35 અને કોંગ્રેસ 20 સીટ પર આગળ

23-02-2021 09:49 AM - સવારે 9.30 કલાક સુધીનું અપડેટ

23-02-2021 09:39 AM - સવારે 9.40 કલાક સુધીમાં ભાજપ અમદાવાદમાં 20 સુરતમાં 10, રાજકોટમાં 11, વડોદરામાં 9, જામનગરમાં 9 અને ભાવનગરમાં 6 સીટ પર આગળ

23-02-2021 09:31 AM - સુરતમાં સવારે 9.30 કલાક સુધીમાં જામનગરમાં ભાજપ 6 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ

23-02-2021 09:26 AM - બેલેટ પેપર મતગણતરીમાં 14 પર ભાજપ આગળ અને અમદાવાદના દાણીલીમડામાં કૉંગ્રેસ આગળ

23-02-2021 09:18 AM - સુરતમાં સવારે 9.15 કલાક સુધીમાં સુરતમાં ભાજપ 6, રાજકોટમાં 4 સીટ પર આગળ

23-02-2021 09:18 AM - સવારે 9.15 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 6 અને કોંગ્રેસ 2 સીટ પર આગળ

23-02-2021 09:08 AM - રાજકોટમાં ભાજપના કશ્યપ શુક્લ પાર્ટીના નિશાન સાથે જતા મગજમારી થઈ

23-02-2021 08:56 AM - સુરતની SVNIT કોલેજ ખાતે મતગણતરી દરમિયાન લોકોની ભીડ ઉમટવાની શરૂ

23-02-2021 08:56 AM - અમદાવાદમાં L.D. એન્જિનીયરિંગ કોલેજની બહાર એક CCTV કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે.

23-02-2021 08:47 AM - 6 મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનની ટકાવારી

23-02-2021 08:44 AM - સુરતના વોર્ડ 20મા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને 50-50 પોસ્ટલ મત

23-02-2021 08:43 AM - સવારે 9 કલાકથી EVM મતગણતરી શરૂ થશે

23-02-2021 08:43 AM - પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp