ભાજપના આ દાવના કારણે હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડશે તો પણ હારશે

PC: youtube.com

હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાં જોડાતા પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે જામનગરથી લોકસભાની ચૂંટણી લડશે. પણ આ જાહેરાત કરીને હાર્દિક પટેલ મોટી મુંઝવણમાં મુકાઈ ગયો છે. કારણ કે, હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાતા પહેલા જ એવો દાવ રમી નાંખ્યો કે, જો કદાચ હાર્દિક પટેલ જામનગરથી લોકસભાની ચૂંટણી લડે તો પણ જીતી ન શકે. કારણ કે, હાર્દિક પટેલ અનામત આંદોલન સમયે કોઈપણ પક્ષ સાથે જોડાઈને રાજકારણ કરવાની મનાઈ કરતો હતો અને હવે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સવર્ણ સમાજને 10 ટકા અનામત આપી દેવાઈ છે ત્યારે હાર્દિક પટેલે ખેડૂતોના અને બેરોગારીના પ્રશ્નોને લઇને મોટી મોટી સભાઓ કરી અને લોકોનો વિશ્વાસ મેળવી લીધો અને ત્યારબાદ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયો.

હાર્દિક પટેલ રાજકીય પક્ષમાં જોડાતા પહેલા આક્રમક અને આંદોલનકારી વાતો કરતો હતો ત્યારે હવે તે રાજકારણમાં જોડાઈ ગયો છે ત્યારે હવે એમ કહે છે, તે કોંગ્રેસનો સિપાહી છે અને કોંગ્રેસ તેને જે જગ્યા પરથી લોકસભાની ચૂંટણી લડવાનું કહેશે તે ત્યાંથી ચૂંટણી લડશે અને જો તેને ટિકિટ નહીં મળે તો પક્ષ કેહેશે તે જગ્યા પર જઈને ચૂંટણી પ્રચાર કરશે.

જામનગરની બેઠક વિષે વાત કરવામાં આવે તો આ બેઠક પર ભાજપના સાંસદ છે પૂનમ માડમ, તેમની લોકપ્રિયતા આ બેઠક પર ખૂબ જ વધારે છે અને તેઓ આહિર સમાજમાંથી આવે છે. ત્યારે હવે વિધાનસભા સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધરમેન્દ્ર સિંહ જાડેજાને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. બીજી તરફ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા છે. પાટીદાર નેતા તરીકે ભાજપ પાસે રાઘવજી પટેલ અને રાજપૂત સમાજના નેતા તરીકે રીવા બા જાડેજા છે. જેના કારણે ભાજપે આહિર, દરબાર, પાટીદાર અને સતવારા નેતાઓને પોતાના પક્ષમાં સ્થાન આપીને તમામ જ્ઞાતિના મત મેળવવાની તૈયારી કરી દીધી છે અને જો હવે કોંગ્રેસમાંથી હાર્દિક પટેલ જામનગરની બેઠક પરથી લડે તો પણ તેને કપરી હારનો સમાનો કરવો પડે તેવી સ્થિતિ ભાજપે જામનગરમાં ઊભી કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp