લઠ્ઠાકાંડઃ SPની બદલી, PI-PSI સસ્પેન્ડ, યાદી થઈ શકે છે લાંબી

PC: khabarchhe.com

લઠ્ઠાકાંડ મામલે ગૃહ વિભાગની કાર્યવાહી સામે આવી છે. ગૃહ વિભાગે કડક કાર્યવાહી કરતા બોટાદના SP કરણરાજ વાઘેલાની બદલી કરાઈ છે. જ્યારે અન્ય PI, PSI સસ્પેન્ડ કરાયા છે.  કેટલાક અધિકારીઓ અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે આ એક્શન આજે જોવા મળી છે. ખાતાકીય એક્શનની શરૂઆત આજે થઈ ગઈ છે. SP કરણરાજ વાઘેલા, અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્ર યાદવની પણ બદલી કરાઈ હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત બરવાળા PSI, PI સહિત પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ધેળકાના DySP એનવી પટેલ પણ સસ્પેન્ડ કરાયા છે.

દારૂ કાડમાં કડક પગલાઓ લેવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક અધિકારીઓ, PSI, PI વિરુદ્ધ સસ્પેન્શનના ઓર્ડર બાદ આ લિસ્ટ લાંબુ થઈ શકે છે. જે રીતે તપાસને ગતિ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવી જ રીતે આ મામલે જે પણ જવાબદાર અધિકારીઓ હશે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. એસઆઈટીનું ગઠન જેમના અંડરમાં થયું છે તેવા સુભાષ ત્રિવેદી છેલ્લા બે દિવસથી સ્થળ પર જ છે. આવતી કાલ સુઘીમાં રીપોર્ટ સોંપશે. ડીજીપી ચકાસણી કરી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી આ રીપોર્ટ મોકલશે. આજે સાંજ સુઘી આ યાદી લાંબી થઈ શકે છે. જેથી ગૃહવિભાગ આ મામલે એક્શનમાં આવ્યું છે.

જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. દારુકાંડની અંદર 43 જેટલા લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે. હજૂ પણ કેટલાક સારવાર હેઠળ છે. જેથી ગૃહવિભાગ દ્વારા આ મામલે કડકાઈથી દાખલારુપ કાર્યવાહી કરી રહ્યું છે. આ ઉપરાંત ત્રણ દિવસમાં જે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તે સમગ્ર મામલે તપાસ કરી ફાસ્ટ્રેક્ટ કોર્ટમાં કેસ ચલાવવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp