26th January selfie contest

હું ક્યારેય ગદ્દારી નહીં કરું, કોંગ્રેસ સાથે આજીવન વફાદાર રહીશ: MLA લલિત કગથરા

PC: khabarchhe.com

ગુજરાત કોંગ્રેસ સમિતિના સહ પ્રભારી,સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ રામકિશન ઓઝા અને ટંકારા-પડધરીના ધારાસભ્ય તથા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા આજે મોરબી જિલ્લાના પ્રવાસે આવ્યાં હતાં.તેઓએ હોદેદારો તથા કાર્યકરો સાથે આગામી વિધાસભાની ચૂંટણી પૂર્વેની ગોઠવણ અંગે ચર્ચા કરી હતી. જે બાદ આજે સવારે મોરબીમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બાઈક રેલીમાં કોંગ્રેસના અગ્રણીઓએ ઠેર-ઠેર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જે બાદ રવાપર ખાતે કોંગ્રેસની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં MLA લલિત કગથરાએ મંત્રી બ્રિજેશ મેરજાને પર ગંભીર કટાક્ષ કરીને તેમનું 'ગદાર' તરીકે સંબોધન કર્યું.

આ મુદ્દે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ગદ્દારી ક્યારેય સહન નથી કરી શકતો એટલે જે પક્ષે મને બધું આપ્યું એની સાથે કોઈ કાળે ગદ્દારી નહીં કરું અને કોંગ્રેસ સાથે આજીવન વફાદાર રહીશ તો ખેતી અને ગામડાઓ માટે આ ભાજપ નથી ભાજપ આપડું છે નહીં અને થાવાનું નથી. તમારી કોઈની ચીંતા નથી. ખેતીની ચીંતા નથી. માત્ર ઉદ્યોગોની વાતો કરે છે. અને મોરબીના ઉદ્યોગકારો પણ નુકસાની સહન કરી રહ્યા છે છતાં સરકાર કંઈ કરતી નથી. પાછું સરકારમાં કોઈ બોલી શકતુ નથી. રાજ્ય સરકારના પ્રધાનો વાતો કરે છે. બાકી અધિકારી રાજ જ યથાવત હોવાનો આક્ષેપ લલિત કગથરાએ લગાવ્યો હતો.

વધુમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે. ભાજપના અમૃત કાળમાં દેશને દરરોજ ઘણું નુકસાન થઈ રહ્યું છે. રૂપિયા અને મોદી વચ્ચે સ્પર્ધા છે કે કોણ વધુ ઘટશે. આ તો વૈશ્વિક ચર્ચા છે. આપણા ગુજરાતમાં યુવાનોને નોકરી નથી મળતી. ખેડૂતોને પૂરું વળતર નથી મળતું. આવા શાશનનો શું મતલબ અને જે વ્યક્તિ મોરબીમાં કોંગ્રેસના સહારે સતા પર હતો. એ વ્યક્તિ ભાજપમાં જઈને મંત્રી બની ગયો છે. છતાં મોરબીનો વિકાસ નથી થતો તો બ્રિજેશ મેરજાને ગદાર ન કહું તો બીજું શું કહું?

ચૂંટણીના એક્શન પ્લાન અંગે તેમણે જણાવ્યું હતું કે, આજની આ સભામાં પરેશ ધાનાણી, પ્રભાત દૂધતા, ઋત્વિજ મકવાણા, કિરીટ પટેલ સહિતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. આજે જેમ મોરબીમાં કાર્યક્રમ થયો તેમ આગામી સમયમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અમે લોકો જશું અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરીશું.

આજની સભામાં ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસ સમિતીના સહ પ્રભારી,સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ રામકિશન ઓઝાએ મીડિયાને જણાવ્યું હતું કે, લોકો બીજેપી શાસનથી ખૂબ નારાજ છે.આ પરિસ્થિતિમાં લોકોને કોંગ્રેસ પર મોટી આશા છે.2022માં ગુજરાતમાં બીજેપીની હાર નિશ્ચિત છે અને કોંગ્રેસની સરકાર બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp