રાજકોટમાં ટ્રકે 2 કાર, રીક્ષા અને 2 બાઈકને અડફેટે લીધી, RTO ઇન્સ્પેક્ટરનું મોત

PC: dainikbhaskar.com

રાજકોટમાં આવેલા ત્રંબા ગામ નજીક એક અકસ્માતની ઘટના બનવા પામી હતી. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રકે પાંચ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત લોકોની મદદે દોડી આવ્યા હતા. લોકોએ ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રિપોર્ટ અનુસાર, રાજકોટમાં 28 જૂનના રોજ સાંજના સમયે એક ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલી ટ્રકે પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ પાંચ વાહનોમાં બે કાર, રીક્ષા અને બે બાઈકનો સમાવેશ થાય છે. અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલકે ઘટના સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, પણ લોકોએ તેને પકડી લીધો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, જે વ્યક્તિનું મોત નીપજ્યું હતું તે વ્યક્તિ અમદાવાદમાં RTO ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર નાનામવા સર્કલ નજીક આવેલી રાજ રેસિડેન્સીમાં રહેતા અને અમદાવાદના RTOમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિલેશ કોઠારી રવિવારના રોજ તેમની કારમાં પત્ની, ભાભી, બે બાળકો અને ભાઈને લઇને ઢાંકણી ગામમાં આવેલા એક માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.

તેઓ મંદિરે દર્શન કરીને પરત આવતા હતા તે સમયે સાંજે ત્રંબા નજીક તેઓ પરિવારના સભ્યોની સાથે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા હતા. જે સમયે પરિવારના સભ્યો કારમાં હતા અને RTO ઇન્સ્પેક્ટર કારની બહાર ઊભા હતા તે સમયે એક બેકાબુ બનેલી ટ્રકે RTO ઇન્સ્પેક્ટર નિલેશ કોઠારીની કારને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જ્યા પછી ટ્રકે અન્ય વેગનઆર કાર, રીક્ષા અને બે બાઈકને અડફેટે લીધી હતી. ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઇ રહ્યો હતો તે સમયે સ્થાનિક લોકોએ ટ્રકનો પીછો કરીને તેને પકડી લીધો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકો ઈજાગ્રસ્તોની મદદ માટે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે અને સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત થયેલા RTO ઇન્સ્પેક્ટર નિલેશ કોઠારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા RTO ઇન્સ્પેક્ટર નિલેશ કોઠારીનું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે RTO ઇન્સ્પેક્ટર નિલેશ કોઠારીના ભાઈએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને RTO ઇન્સ્પેક્ટર નિલેશ કોઠારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp