તને મંગળ નડે છે, તું માંગલિક છો અને તું મારા દીકરા સાથે રહીશ તો મારો દીકરો....

PC: youtube.com

સાસરિયાઓ દ્વારા પરિણીતા પર ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાના કિસ્સા અવાર નવાર સામે આવ્યો છે. ત્યારે આવા જ બે કિસ્સા રાજકોટ શહેરમાં સામે આવ્યા છે. જેમાં એક કિસ્સામાં એક પોલીસ કર્મચારીની દીકરીને સાસરિયાઓના કડવો અનુભવ થયો હતો. સાસરિયાઓ પોલીસ કર્મચારીની દીકરીને કહેતા હતા કે, તને ગ્રહ નડે છે અને તું મારા દીકરા સાથે રહીશ તો તે મરી જશે આવું કહીને સાસુ તેને માનસિક ત્રાસ આપતી હતી. આ ઉપરાંત રાજકોટમાં સામે આવેલા બીજા કિસ્સામાં પરિણીતાએ દીકરીને જન્મ આપતા સાસરિયાઓએ પરિણીતાને માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. આ ઘટના સમગ્ર મામલે પરિણીતાએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસે બંને પરિણીતાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર રાજકોટના જામનગર રોડ પર પોલીસ હેડકવાર્ટરમાં રહેતી પોલીસ કર્મચારીની દીકરીના લગ્ન મૂળ પડધરીના કનકપુર ખોખરીના અને હાલ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હરિજિતસિંહ જાડેજા સાથે થયા હતા. લગ્ન બાદ પરણિતાને હરિજીતસિંહ અને તેના પરિવારના સભ્યોનો કડવો અનુભવ થયો હતો. સાસરિયાઓ કારણે અવારનવાર હેરાન-પરેશાન કરતા હોવાના કારણે તેને પતિ સસરા સહદેવ જાડેજા અને સાસુ કીર્તિ જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતા રાજવીબા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં તેને ઉલ્લેખ કર્યો છે કે, તેના લગ્ન બે વર્ષ પહેલા હરિજીતસિંહ જાડેજા નામના યુવક સાથે થયા હતા. લગ્નના ત્રણ મહિના સુધી તેને સારી રીતે સાચવવામાં આવી હતી અને ત્યાર બાદ પતિ, સાસુ-સસરા ઘર કામ બાબતે ત્રાસ આપતા હતા. પરિણીતા કંઈ પણ વાત કરે તો સાસુ પરિણીતાની વાતનું મોબાઇલમાં રેકોર્ડિંગ કરીને પરિણીતાના પતિને સંભળાવતી હતી. આ ઉપરાંત સાસુ પરિણીતાને કહેતી હતી કે તને મંગળ ગ્રહ નડે છે, તું માંગલિક છો અને તું મારા દીકરા સાથે રહીશ તો મારો દીકરો મરી જશે.

તો બીજી તરફ પરણિતા તેનો પતિ બહાર ગયો હોય ત્યારે ફોન કરે તો પતિ ફોન ઉપાડ તો નહોતો અને કરિયર બાબતે સાસરિયાઓએ પરિણીતાને કહેતા હતા કે તારા બાપના ઘરેથી સોનાની મોજડી અને ગાડી લઈ આવ. સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ સમગ્ર મામલે તેના પિતાના ઘરે આવ્યા બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

બીજો કિસ્સો રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકર નગરનો છે જ્યાં પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમાં ઉલ્લેખ કર્યો છે કે, તેના લગ્ન ગોંડલના નાના ઉમવાડા ગામમાં રહેતા પરેશ નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓ દ્વારા તેને પરેશાન કરવામાં આવી રહી હતી. પરિણીતા પાયલે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન પાંચ વર્ષ પહેલા પરેશ દવેરા નામના યુવક સાથે થયા હતા લગ્નના ચાર વર્ષ બાદ તે પતિ સાથે રાજકોટના આંબેડકર નગરમાં રહેવા આવી હતી અને ત્યાં દીકરીનો જન્મ થતાં સાસરિયાઓને આ ગમ્યું ન હતું. તેથી સાસરિયાઓ દ્વારા શારિરીક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

પરિણીતાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે, કૌટુંબિક જેઠ, સાસુ-સસરા પતિને ચડામણી કરતા હતા. 3 એપ્રિલના રોજ જ્યારે પોતે સાસુ-સસરા અને પતિ સાથે સુરાપુરા દાદાને પગે લાગવા ગયા ત્યારે દિયરે તેની સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ સાસરિયાઓ દ્વારા માર મારી તેને પહેરેલા કપડે કાઢી મૂકવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp