રાજકોટમાં પતિ દલાલ બની ગ્રાહકો પાસેથી પૈસા લઇ પત્ની પાસે કરાવતો દેહવ્યાપાર

PC: NEWS18.COM

લગ્ન બાદ કન્યા તેના પરિવારના સભ્યોને છોડીને પારકા ઘરે જાય છે અને સાસરીયાઓને પોતાના બનાવવાનો પ્રયાસ કરે છે. પણ ક્યારે સાસરીયાઓની લાલચ પરિણીતાના સપનાઓને રોળી નાંખે છે અને પૈસાની લાલચમાં સાસરીયાઓ પરિણીતા પર ત્રાસ ગુજારે છે. ત્યારે પતિ-પત્નીના સંબંધને લાંછન લગાવતો એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં એક પતિ પોતાની પત્ની પાસે જ દેહવ્યાપારનો ધંધો કરાવતો હતો. પોતે જ દલાલ બનીને ગ્રાહક પાસેથી પૈસા લેતો હતો. પત્ની પાસે આવો ધંધો કરાવીને પતિ પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

રિપોર્ટ અનુસાર રાજકોટ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે, પરેશ શાહ નામનો એક વ્યક્તિ દેહવ્યપારનો ધંધો કરાવે છે. તેથી આ ઇસમને પકડવા માટે પોલીસે એક નકલી ગ્રાહક ઉભો કરીને તેને પરેશ શાહની પાસે મોકલ્યો હતો. પોલીસે મોકલેલા ગ્રાહકે પરેશ શાહને મોબાઈલ નંબર પર ફોન કરીને લલનાં સાથે મોજ કરાવવા માટે જણાવ્યું હતું. તેથી પરેશ શાહે 10 હજાર રૂપિયા અને હોટેલનો ખર્ચ ગ્રાહકનો રહેશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ ગ્રાહકે ડીલ નક્કી કરી હતી.

ગ્રાહકે કહેલી હોટેલ પર પરેશ શાહ એક લલનાને લઇને ગયો હતો. હોટેલમાં પરેશ શાહે ગ્રાહકની પાસેથી 10 હજાર રૂપિયા લીધા હતા. તેમાંથી 5 હજાર રૂપિયા લલનાને આપ્યા હતા અને 5 હજાર રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા. ગ્રાહક લલનાની સાથે હોટેલની રૂમમાં જતાની સાથે જ પોલીસે પરેશ શાહને પકડી લીધો હતો અને લલનાની પણ અટકાયત કરી હતી. હોટેલમાં પરેશ શાહની પૂછપરછ આ સ્ત્રી તેની મિત્ર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે પરેશ શાહની અટકાયત કરીને તેને પોલીસ સ્ટેશનમાં લઇ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં પરેશ શાહે કબૂલાત કરી હતી કે, જે સ્ત્રીને તે હોટેલમાં લઈ ગયો હતો. તે મિત્ર નહીં પણ તેની પત્ની હતી. લોકડાઉનમાં તેની કરીયાણાની દુકાન બંધ થઇ ગયા પછી તેને આ ધંધામાં ઝંપલાવ્યું હતું.

એવું પણ જાણવા મળ્યું હતું કે, પરેશ શાહના વર્ષ 2009માં છૂટાછેડા થયા હતા. છૂટાછેડા પછી પણ પરેશ શાહ અને તેની પત્ની સંતાનોની સાથે જ રહેતા હતા. લોકડાઉનમાં આર્થિક સંકડામણમાં આવી ગયેલા પરેશ શાહે અને તેની પત્નીએ સાથે મળીને દેહવ્યાપારનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં પરેશ શાહ ગ્રાહકો શોધવાનું કામ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp