મહિલાનું પોલીસ સાથે ઘર્ષણ, હું ક્લાસ-2 ઓફિસર છું, જવાબ આપવા બંધાયેલી નથી

PC: news18.com

પોલીસ જ્યારે વાહન ચાલકો પાસેથી નિયમ ભંગ બદલ દંડની વસૂલાત કરે છે ત્યારે પોલીસ અને લોકોને ઘર્ષણ થતું હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટના રેસકોર્ષ રોડ પર સામે આવી હતી. પોલીસ જે સમયે વાહન ચેકિંગની કામગીરી કરી રહી તે સમયે પોલીસે એક યુવતીને કાર રોકવા માટે કહ્યું હતું. પણ યુવતીએ કાર ફૂલ સ્પીડે ભગાવી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચ દ્વારા આ યુવતીની કારને આંતરી લઇને ઉભી રાખવામાં આવી હતી. ત્યારબાદ યુવતી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ ઘટનાની જાણ થતા યુવતીની માતા પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોતે ક્લાસ 2 ઓફિસર હોવાના કારણે પોલીસના જવાબ દેવા બંધાયેલી ન હોવાનું જણાવ્યું હતું. માતા અને દીકરીએ પોલીસ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા પોલીસે મહિલાની કાર ડીટેઈન કરી હતી અને માતા અને પુત્રીને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા.

કાર ચલાવી રહેલી યુવતીએ જણાવ્યું હતું કે, મારે હોસ્પિટલે જવાનું છે અને મને જવા દેતા નથી. મારી કાર ઉભી રાખી દીધી અને મારી સાથે તોછડાઈથી વાત કરવા લાગ્યા હતા. આ ઉપરાંત મને ધમકી પણ આપવા લાગતા હતા કે, તારી કાર ડીટેઈન કરી લઈશું.

મહિલા PSIએ જણાવ્યું હતું કે, અમે વાહન ચેકિંગમાં હતા એટલે મારા ASIએ આ મહિલાની દીકરીને કાર રોકવા માટે જણાવ્યું હતું. આ છોકરી એમના પર કાર ચઢાવીને નીકળી. એટલે DCB વાળા પાછળથી આવ્યા. એ લોકોએ ગાડી ઉભી રખાવી હતી. એક પોલીસે ડ્રાઈવરને પૂછી શકે છે. મેં પણ એમને પૂછ્યું પણ કોઈ જવાબ જ આપ્યો. શું પોલીસને જનતાને કઈ પૂછવાનો અધિકારી જ નથી? ક્યા જાવ છો, શું કરવા જાવ છો.

મહિલા PSIએ વધુમાં જણાવ્યું હતું કે, એ બેને કહ્યું હું ક્લાસ-2 ઓફિસર છું એટલે હું તમને કોઈ ઓળખ નહીં આપું. મારી છોકરી શેના માટે ગઈ, શા માટે ગાડી ન રોકી અમે તમને કોઈ પણ વાતના જવાબ આપવા માટે બંધાયેલા નથી. પછી તેમને બધાને ફોન કર્યા. તેમનું વર્તન ખૂબ જ ખરાબ છે. હું ક્લાસ-2 અધિકારી છું અને મારી ગાડી અહીંથી હલાવીશ નહીં. પોલીસને હું જવાબ આપવા માટે બંધાયેલી નથી. એ લોકો એમ કહે છે કે, મારે અરજન્ટ દવાખાને જવાનું હતું. આ લોકોએ કોઈ કારણ પણ જણાવ્યું ન હતું. એ એમજ કહેતા હતા કે, હું પોલીસ સ્ટેશને આવીશ જ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp