જામનગરઃ ડોક્ટરોની ગંભીર બેદરકારીને લીધે બાળકનો અવાજ સાંભળે તે પહેલા માતાનું મોત

PC: news18.com

ડોક્ટરની ભૂલને કારણે બાળકનો અવાજ સાંભળે તે પહેલા જ માતાએ આ દુનિયા છોડી દીધી. જામનગરની સરકારી હોસ્પિટલમાં બાળકનો જન્મ થતા જ માતાનુ મોત થયુ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જી.જી હોસ્પિટલમાં પ્રસૂતાનું મોત નીપજ્યું હતું જ્યારે બાળક અત્યારે સારવાર હેઠળ છે. જેના પગલે અત્યારે જામનગરની જી.જી હોસ્પિટસલ ફરીથી ચર્ચાનું કારણ બની છે. મહિલાના પરિવારાના લોકોએ જણાવ્યું કે ડોક્ટરોની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીબેન લોકેશભાઈ ચંદાણીને બુધવાર રાતે પ્રસૂતિની પીડા થવા પરિવારના લોકો તેમને તરત જી.જી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે પ્રસૂતાને તાત્કાલિક સિજેરિયન કરવાની જરૂર હોવા છતાં ડોક્ટરો દ્વારા પગલા લેવામાં ન આવ્યા. તેમજ દર્દીની પીડાને લઈને વારંવાર ડોક્ટરને સિજેરિયવ માટે કહેવામાં આવ્યું હતું પણ કોઈએ ધ્યનમાં ન લીધી આ વાત અનેબાળકનો અવાજ સાંભળે તે પહેલા જ માતાએ દુનિયા છોડી દીધી.

તેથી ડોક્ટરોની ગંભીર બેદરકારીને કારણે મોત થયું હોવાનો મહિલાના પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે. જો કે જન્મેલા બાળકની અત્યારે સારવાર કરવામાં આવી રહી છે. જો કે હોસ્પિટલના પ્રસૂતિ વભાગના ડોક્ટરો પર પરિવારના લોકોએ આરોપો લગાવ્યા હોવાથી હોસ્પિટલના અધિક્ષક ડો.પંકજ બુચે આ અંગે જણાવ્યું હતું કે, આ ઘટનાને લઈને તપાસ કરવા માટે કમીટીની રચના કરવામાં આવશે તેમજ રિપોર્ટના આધારે ડોક્ટરો સામે પગલા લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp