લીલી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપુર, જોખમી મુસાફરી કરતા 3 લોકોના મોત

PC: news18.com

ગીરનાર પર્વતને વચ્ચે રાખીને તે પર્વતની પરિક્રમાં કરવામાં આવે છે. લીલી પરિક્રમા કરવાથી બધા દેવતાઓનું પુણ્ય મળે તેવી માન્યતા છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુંઓ લીલી પરિક્રમામાં કરવા માટે ગીરનાર જ્યાં છે. શ્રદ્ધાળુંઓને ધ્યાનમાં રાખીને આ પરિક્રમા બે દિવસ પહેલા જ શરૂ કરવામાં આવી છે. તેમજ એક જ દિવસમાં લગભગ બે લાખ શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં જોડાયા હતાં. લોકો પોતાના જીવના જોખમે પણ લીલી પરિક્રમા માટે જાય છે.

મળતી માહિતી પ્રમાણે દેલવાડાથી જૂનાગઢ આવતી ટ્રેનની ઉપર બેસીને શ્રદ્ધાળુંઓ મુસાફરી કરી રહ્યાં છે તેવું જાણવા મળ્યું છે. તેમજ ટ્રેનની ઉપર બેસીને લીલી પરિક્રમા જતા ત્રણ યુવાનોનું કરન્ટ લાગવાથી મોત થયું છે. જો કે, આ યુવાનો બિલખા પાસે ટ્રેનની પર સેલ્ફી લેતા હતા ત્યારે ઈલેક્ટ્રીક વાયર અડી જવાથી કરન્ટ લાગ્યો હતો. તેમજ આ યુવાનના લીધે મુસાફરી કરી રહેલા બીજા લોકો પણ નીચે પડી ગયા હતા. જો કે ત્રણ યુવાનોને ગંભીર ઈજા થવાના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે મુસાફરોમાં અફરા તફડીનો માહોલ સર્જાયો હતો અને ટ્રેનને રોકવામાં આવી હતી.

જો કે, ગીરનારની લીલી પરિક્રમા આજથી શરૂ થઈ ગઈ છે. લીલી પરિક્રમા માટે લગભગ 2.50 લાખ જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા છે. જેના લીધે ભવનાથ પાસે ભક્તોની ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. તેમજ ગીરનાર તરફ જતા રસ્તા પર ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

સામાન્ય રીતે દર વર્ષે અગિયારસથી લીલી પરિક્રમા શરૂ થાય છે પરંતુ આ વર્ષે શ્રદ્ધાળુંઓ વધારે હોવાથી બે દિવસ વહેલા લીલી પરિક્રમા શરૂ થઈ છે. તેમજ એવી માન્યતા છે તે ગીરનાર પર્વત પર 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. તેમજ આ પરિક્રમાને લઈને તંત્ર પણ ખડેપગે છે.

તેમજ લીલી પરિક્રમામાં પાંચ ભક્તોના મોત નીપજ્યા છે. ભીડભાડ વધારે હોવાને લીધે શ્વાસની તકલીફ અને હાર્ટ અટેકની બીમારીના કારણે મોત થયું હોવાની આશંકા છે. કેમ કે લીલી પરિક્રમા માટે ભક્તોનું ઘોડાપર ઉમટ્યું છે. લોકો પોતાના જીવના જોખમે આ પરિક્રમા માટે આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp