ખોડલધામ ટ્રસ્ટે કરી આટલા રૂપિયાના દાનની જાહેરાત

PC: alphacoders.com

રાજકોટ નજીક કાગવડ ગામે આવેલા જાણીતા ખોડલધામ મંદિર ટ્રસ્ટ તરફથી કોરોના વાયરસ સામે લડવા માટે રૂ.21 લાખના દાનની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને જીતુ વસોયા તરફથી આ જાહેરાત કરવામાં આવી છે. આમ રાજકોટમાંથી દાનની સરવાણી શરૂ થઈ ગઈ છે. આ પહેલા ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિએ વડાપ્રધાન તથા મુખ્યમંત્રી રાહત ફંડમાં અઢી-અઢી લાખ રૂપિયા આ મહામારી સામે લડવા માટે દાન કર્યા છે. દેશમાં માથું ઉચકતા કોરોના મહામારીના રાક્ષસને નાથવા માટે ધાર્મિક સંસ્થાનોમાંથી દાનની રકમ શરૂ થઈ છે.

બીજી તરફ રાજકોટ પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે. હવેથી કારણ વગર બહાર નીકળતા લોકો પર ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામાં આવી છે. ડ્રોનની મદદથી એમના વીડિયો-ફોટા કેપ્ટર કરીને તપાસ કરવામાં આવશે. એમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થશે. ખાસ કરીને ઘરની બહાર નીકળતા લોકો, શેરી-ચોકમાં ક્રિકેટ રમતા લોકો તથા ગલીના નાકે ઊભા રહેતા ટોળું વળતા લોકો પર કાયદાકીય કાર્યવાહી થશે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને બીજા અનાજની હરાજી શરૂ થશે. સાથોસાથ બટેટા અને ડુંગળીની હરાજી પણ શરૂ કરાશે. જેથી જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે કોઈ તંગી ન ઊભી થાય. તંત્ર તરફથી ખાસ પ્રકારના પાસ આપવામાં આવશે. ત્યાર બાદ તેઆ આ સંબંધીત કામગીરી કરી શકશે. અનાજ અને કરિયાણાની હોમ ડિલેવરી પણ શરૂ કરવાનું રાજકોટમાં આયોજન છે.

રાજકોટ મહાનગર પાલિકાએ યાર્ડ સાથે સંકલન કરીને કરિયાણાની જે દુકાનો ખુલી રહેવાની છે તે દુકાન પર કોર્પોરેશને લીલા રંગના સ્ટિકર લગાવ્યા છે. આ દુકાન લોકડાઉન દરમિયાન ચાલુ રહેશે. આ ઉપરાંત જરૂરી ચીજ વસ્તુઓનો જથ્થો પણ ફાળવવામાં આવ્યો છે. રાજકોટ કમિશનરે ખાસ આ અંગે અપીલ પણ કરી હતી. જ્યારે પોલીસ જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. ડ્રોનની મદદથી ખાસ વિસ્તારમાં મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફોટા કે વીડિયો સામે આવતા જ એ વિસ્તારમાં કાર્યવાહી કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp