26th January selfie contest

દ્વારકામાં આમ આદમી પાર્ટી વિશે જાણો CM યોગીએ શું કહ્યું

PC: khabarchhe.com

દ્વારકામાં યુપીના CM યોગી આદિત્યનાથે જનસભાને સંબોધન કર્યું હતું. યોદી આદિત્યનાથે જનસભાને સંબોધન કરતા કહ્યું કે, ચાર ધામમાં એક પ્રમુખ ધામ ભારતની કોટી કોટી જનતાના આસ્થાનું પ્રતિક એવા ભગવાન દ્વારકાધીશને નમન કરી તમારું અભિનંદન કરું છું. અમારા મથુરાના કાનાને આપે દ્વારકાધીશ બનાવ્યા છે.

આઝાદીના આંદોલન અને આઝાદી પછી આ દેશને બ્રિટીશરો અનેક ટૂકડાઓમાં વહેંચવામાં માંગતા હતા. તેવા રજવાડાઓને એક કરવાનું કામ કરનાર સરદાર પટેલની આ ભૂમિ છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારે સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત બની ગઈ છે. આજે ભારતે વિકાસની નવી ઉંચાઈઓ પાર કરી છે.

બ્રિટનને પછાડીને ભારત દુનિયાની 5મી અર્થવ્યવસ્થા સાબિત થઈ છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદીર મોદીના નેતૃત્વમાં બની રહ્યું છે. પહેલીવાર બનશે કે જ્યાં રામલલ્લાના દર્શન દેશના PM કરશે. આ ભારતના રાષ્ટ્ર ગૌરવનું મંદિર બનશે. કાશીમાં કાશી વિશ્વનાથ ધામ આપણી સામે છે. ઉજ્જૈનમાં ભવ્ય મંદિર આપની સામે છે ભારતની આસ્થા પ્રતિ દ્રઢ સંકલ્પને આગળ વધારવાનું કામ છે.

કોંગ્રેસ ખોટી અફવાઓ ફેલાવે છે અને અરાજકતા ફેલાવે છે. કોંગ્રેસ કે ના આપ પાર્ટી ફક્ત કમળ ચિન્હ જ હોવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે અહીંના ફ્રીડમ ફાઈટર પરીવારના છે. આપણે તો ભક્ત અને સેવક જ જોઈએ. ડબલ એન્જિનની સરકાર અત્યારે આગળ વધી રહી છે. દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગળ વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp