ગુજરાત કોંગ્રેસના આ નેતા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

PC: healthline.com

સરકાર દ્વારા દારૂ બંધીના કાયદામાં કોઈ પણ ચૂક થાય તો વિપક્ષ તેને એક રાજકીય મુદ્દો બનાવી દે છે પરંતુ કોંગ્રેસના જ એક નેતા દારૂની મહેફિલ માણતા પકડાય તો કોંગ્રેસ દ્વારા આ નેતા પર કાર્યવાહી કરવામાં આવશે ખરી? દારૂની મહેફિલની ઘટના છે બોટાદના પાળીયાદના ગઢડીયા ગામની. બોટાદના APMC ઉપપ્રમુખની વાડીમાં દારૂની મહેફિલ કરવામાં આવી હતી. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી. એમ. પટેલ અને APMCના ઉપ પ્રમુખ જોરૂભાઈ ધાધલ, લાખાભાઈ અને રઘુવીર આ ચાર લોકો દારૂની મહેફિલ માણી રહ્યાં હતા.

પાળીયાદ પોલીસને દારૂની મહેફિલ ચાલી રહી હોવાની જાણકરી મળતા પોલીસ દ્વારા જોરૂભાઈ ધાધલની વાડીમાં રેડ કરવામાં આવી હતી. પોલીસ રેડ દરમિયાન મહેફિલ માણતા બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી. એમ. પટેલ અને લાખાભાઈ ભાગવામાં સાફળ થયા હતા. પોલીસે APMCના ઉપપ્રમુખ જોરૂભાઈ ધાધલ અને રઘુવીર નામના એક શખ્સની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp