જામજોધપુર સગીરા દુષ્કર્મ કેસમાં કૌટુંબિક દાદા સહિત અન્ય આરોપીને થઇ આટલી સજા

PC: maslersurrogacylaw.com

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં એક સગીરા પર દુષ્કર્મ બાદ તે ગર્ભવતી બનતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સગીરા પર ગામના ચાર ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારે કોર્ટમાં સરકારી વકીલની રજૂઆત અને સાહેદોની જુબાનીના કારણે જજ દ્વારા એક આરોપીને 20 વર્ષની સજા, બે આરોપીને 10 વર્ષની સજા અને એક આરોપીને બે વર્ષની સજા કરવામાં આવી છે.

એક રીપોર્ટ અનુસાર સડોદર ગામે રહેતી એક સગીરા તેના કૌટુંબિક દાદાને રાજા રાઠોડના ઘરે પોતાના ઘરની ચાવી લેવા ગઈ હતી. ત્યારે રાજા રાઠોડે સગીરાની એકલતાનો લાભ લઇને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારબાદ સગીરાને ધમકાવી હતી કે, તે કોઈને કેસે તો તેને બદનામ કરી નાંખશે. આ ઉપરાંત રાજા રાઠોડે ત્રણ વાર સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. એક દિવસ સગીરા જ્યારે ગામમાં આવેલી સ્ટેશનરી પર ગુંદર લેવા ગઈ હતી ત્યારે ખીમા બેરાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારબાદ ગુલ્ફીનું મશીન ધરાવતા રમેશ પટેલે અને શાકભાજીની દુકાન વાળાએ અનીલ જોશીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ.

એક દિવસ સગીરાને પેટમાં દુખાવો થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ડોક્ટરની તપાસમાં સગીરાને છ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતુ. આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને સગીરાના ગર્ભનું DNA ટેસ્ટ કરાવીને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસમાં સરકારી વકીલે રજૂ કરેલા 48 દસ્તાવેજી પૂરાવાઓ અને 17 સાહેદોની જુબાની આધારે જજ દ્વારા આરોપી રાજા રાઠોડને આજીવન કેદની સજા અને દસ હજારનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ રમેશ અને ખીમા બેરાને દસ-દસ વર્ષ કેદ અને અનીલને બે વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp