મુંબઈમાં કાઠીયાવાડી હોટલોમા શા માટે તોડફોડ કરાઈ?

PC: hindustantimes.com

મુંબઈમાં ફરી એક વાર ગુજરાતીઓ પર હુમલા શરૂ થઈ ગયા છે. 1956મા બાલ ઠાકરેએ આમચી મુબંઈ આંદોલન શરૂ કર્યું હતું અને સાઉથ ઈન્ડીયન અને ગુજરાતીઓને નિશાના બનાવ્યા હતા તેવી જ રીતે ફરી મુંબઈમા ગુજરાતીઓ સામે હિંસક પ્રદર્શન અને તોડફોડ કરવામા આવી રહી છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ વસઈમા સૌરાષ્ટ્રીયન મૂળના હોટલ માલિકની કાઠીયાવાડી હોટલના ગુજરાતીમા લખેલા સાઈન બોર્ડ તોડી નાંખતા ચકચાર મચી જવા પામી છે.

મનસેના ચીફ રાજ ઠાકરેએ મોદી મૂક્ત ભારતના આપેલા કોલ બાદ આ ઘટના બની છે. મનસેના કાર્યકરો લાકડી અને ધોકા લઈ સાઈન બોર્ડ તોડવા પહોંચી ગયા હતા. વડાપ્રધાન મોદી ગુજરાતી છે અને મુંબઈમા ગુજરાતીઓને ટારગેટ કરવામા આવી રહ્યા છે.

ગુડી પડવા નિમિત્તે રાજ ઠાકરેએ ભાજપ અને કોંગ્રેસ મૂક્ત ભારત માટે બલિદાન આપવા તૈયાર રહેવાનું આહવાન કર્યું હતું.

પાછલા કેટલાક વર્ષોથી મનસે દ્વારા મુંબઈમા પરપ્રાંતીયો પર હુમલા કરવામા આવી રહ્યા છે. ખાસ કરીને યુપી-બિહારના લોકોને નિશાને લેવામા આવ્યા હતા. મુબંઈની મરાઠી ઓળખ માટે આ કરવામા આવી રહ્યું હોવાનું મનસેએ જણાવ્યું છે. તાજેતરમા રાજ ઠાકરેએ એનસીપીના વડા શરદ પવાર સાથે મીટીંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp