કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર પર સંકટ, મોટાભાગના ડેમના તળિયા દેખાયા

PC: news18.com

રાજ્ય કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો જેમ તેમ કરીને પોતાના ધંધા-રોજગાર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેવામાં ભર ઉનાળે લોકોને પાણીની સમસ્યા પણ સતાવી રહી છે. રાજ્યમાં હજુ ચોમાસાને એકથી દોઢ જેટલા મહિનાની વાર છે તેવા સમયે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણીની અછત હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમના તળિયા દેખાઈ ગયા છે. એક તરફ તંત્ર કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણને રોકવાની કામગીરી કરી રહ્યું છે તો બીજી તરફ પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ અનુસાર સિંચાઈ વિભાગના આંકડા અનુસાર સૌરાષ્ટ્રના 140 જળાશયોમાં હાલ 30 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. ગત વર્ષે ચોમાસામાં ખૂબ જ સારો વરસાદ પડવાના કારણે રાજ્યના તમામ ડેમ અને નદીઓ પાણીથી છલોછલ ભરાઇ ગયા હતા. જેના કારણે ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યના ડેમ અને જળાશયોમાં 50 ટકા પાણીનો જથ્થો બાકી રહ્યો હતો પરંતુ હજુ ચોમાસાને દોઢ મહિનાની વાર બાકી છે ત્યાં સૌરાષ્ટ્રના જળાશયોમાં 30 ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહ હોવાનું સામે આવ્યું છે.

કેટલાક જિલ્લાઓમાં જળાશયોમાં માત્ર ચારથી પાંચ ટકા જેટલો પાણીનો જથ્થો છે. સિંચાઇ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકાના જળાશયોમાં 4.64 ટકા પાણીનો જથ્થો છે. જામનગર જિલ્લામાં 20%, પોરબંદરમાં 22, સુરેન્દ્રનગરમાં 22, રાજકોટ જિલ્લામાં 34, અમરેલીમાં 41, સોમનાથમાં 39, જૂનાગઢમાં 32, મોરબીમાં 40, બોટાદમાં 24 અને ભાવનગરમાં નદી જળાશયોના ડેમોમાં માત્ર 30 ટકા જેટલો પાણીનો જથ્થો બાકી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે દ્વારકા અને જામનગરમાં પાણીનો જથ્થો ઓછો હોવાના કારણે આ બંને જિલ્લા માનવતા કેટલા ગામડાઓ અને શહેરોમાં બેથી ત્રણ દિવસે તંત્ર દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું હોવાની પણ ફરિયાદ થઈ રહી છે. તો બીજી તરફ ભાદર 1 ડેમમાંથી આવતું પાણી હાલ અનામત રાખવામાં આવ્યું છે અને આ પાણીને સિંચાઈ માટે 15 મે બાદ ખેડૂતોને આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. ભાદર ડેમમાંથી રાજકોટવાસીઓને પીવાનું પાણી પૂરું પડે છે. મહત્ત્વની વાત છે કે, ગત વર્ષે ગુજરાતમાં ચોમાસામાં કેટલીક જગ્યા પર ભારે વરસાદ પાડવાના કારણે પૂર જેવી પરિસ્થીતીનું નિર્માણ થયું  હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp