કચ્છમાં પોલીસ પર 100 લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો

PC: kutchmitradaily.com

કોરોનાની મહામારી વચ્ચે દિવસ રાત એક કરીને ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ પર હુમલો થવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે કચ્છના ખાવડામાં પોલીસની ટીમ પર હુમલો થવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે રેતી ચોરીના મામલે એક ટ્રેકટરને અટકાવતા 100થી વધારે લોકોના ટોળાએ ઉશ્કેરાઈને પોલીસ સાથે ઘર્ષણ કરીને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલાની ઘટનામાં 4 પોલીસકર્મીને ઈજા થવા પામી હતી. તેથી તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે હુમલાની ઘટનામાં આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામાં બે પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

રિપોર્ટ અનુસાર ખાવડા પોલીસને જૂના-દેઢિયા ગામની અંદર ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે PSI યુવરાજસિંહ જાડેજાએ એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલને સાથે રાખીને જૂના-દેઢિયા ગામમાં જે જગ્યા પર રેતી ચોરીની કામગીરી ચાલી રહી હતી. તે જગ્યા પર રેડ કરીને એક ટ્રેક્ટરને પકડ્યું હતું. ખનીજ માફિયાઓએ પોલીસથી બચવા માટે પોલીસ પર હુમલો કર્યો હતો. 100 કરતા વધારે લોકોના ટોળાએ રેડ કરવા માટે ગયેલા એક PSI, એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. 100 લોકોના ટોળાએ પોલીસ પર પથ્થર કર્યો હતો. આ ઘટનામાં PSI યુવરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલે મહિપતસિંહ વાઘેલાને માથાના ભાગે ઈજા થવા પામી હતી અને હેડ કોન્સ્ટેબલ માણશી ગઢવી અને કેસર ચૌધરીને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.

પોલીસ પર હુમલો થયો હોવાની જાણ કંટ્રોલમાં રૂમમાં થતા નાયબ પોલીસ અધિકાક્ષક સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ઈજાગ્રસ્ત થયેલા PSI, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલને સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે જવાબદાર ઇસમો સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામાં PSI યુવરાજસિંહ જાડેજા અને મહિપતસિંહની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp