ડૉ. નીમાબેન આચાર્યની પ્રોટેમ સ્પીકર તરીકે વરણી 

PC: facebook.com

ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ એક જાહેરનામા દ્વારા ગુજરાત વિધાનસભા અધ્યક્ષની વરણી થાય ત્યાં સુધી ડૉ.નીમાબેન આચાર્યની અધ્યક્ષ તરીકે વરણી કરી છે.

આ જાહેરનામા અનુસાર બંધારણના અનુચ્છેદ-188 અન્વયે વિધાનસભાના સભ્યોએ વિધાનસભામાં પોતાનું સ્થાન લેતાં પહેલાં આવા અધ્યક્ષ સમક્ષ સોગંદ કે પ્રતિજ્ઞા લેવી જરૂરી હોવાથી તા. 23મી જાન્યુઆરી 2018ના રોજ બપોરે 12 વાગ્યે સાબરમતી સભાગૃહ, સ્વર્ણીમ સંકુલ-1, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે સર્વે વિધાનસભ્યોને ઉપસ્થિત રહેવાનું પણ જણાવાયું હોવાનું ગુજરાત વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલે યાદીમાં જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.