સોમનાથ દાદાના સાનિધ્યમાં માત્ર 11 હજારમાં લગ્ન કરી શકશો, જાણો કેવી હશે સુવિધા

PC: indiatimes.com

રાજ્યના મોટા ભાગના તીર્થસ્થાનોમાં લોકોને ભગવાનના દર્શન, પ્રસાદી અને રોકાવાનો લાભ મળતો હોય છે. પરંતુ હવે ગુજરાતના એક પ્રસિદ્ધ યાત્રાધામમાં લોકોને લગ્ન પ્રસંગની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે અને પ્રસિદ્ધ યાત્રાધામનું નામ સોમનાથ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં હવે લગ્ન પ્રસંગની સુવિધા પણ પૂરી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગની સુવિધા માત્ર સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 હજાર રૂપિયામાં જ આપવામાં આવશે.

 

સોમનાથ મંદિર ટ્રસ્ટ વેદોક્ત પદ્ધતિ અનુસાર માત્ર 11 હજાર રૂપિયામાં લગ્ન કરવાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના નિર્ણયના કારણે આગામી દિવસોમાં સોમનાથ યાત્રા ધામની સાથે સાથે ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ એક પ્રસિદ્ધ સ્થળ બનશે. મહત્ત્વની વાત છે કે, સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કેટલીક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને આ ફેસીલીટી સેન્ટરમાં એક વિશાળ લગ્ન હોલ પણ બનાવવામાં આવ્યો છે.

હાલની જનરેશન મોટા ભાગે ડેસ્ટિનેશન વેડિંગનો શોખ રાખતા હોય છે પરંતુ હવે યંગ જનરેશન ડેસ્ટિનેશન વેડિંગ માટે ધાર્મિક સ્થળોની પસંદગી કરે તે માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરાયો છે. લગ્નના પેકેજમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લગ્ન વિધિ માટે સુશોભિત લગ્ન હોલ, લગ્ન વિધિની સામગ્રી, બ્રાહ્મણ અને મહેમાનો માટે બેઠક વ્યવસ્થા, હાર, તોરણ, લગ્નની છાબ, 50 ફોટા અને આ ફોટાની ડેટા સીડી, સોમનાથ મંદિર ટ્રસ્ટનું પ્રમાણપત્ર, સોમનાથ ભગવાનનો પ્રસાદ, વર અને કન્યા માટેના ફુલહાર, અંતરપટ અને 200 ગ્રામ મીઠાઈ જેવી સુવિધાઓ આપવામાં આવશે અને સાથે સરકારી લગ્ન નોંધણી પ્રમાણપત્ર પણ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે.

બીજી મહત્ત્વની વાત છે કે, લોકો લગ્ન માટે કોઈ વાડી કે હોલ ભાડે રાખે તો પણ લોકોને હોલ માટે 15થી 20 હજાર રૂપિયા ભાડાની ચૂકવણી કરતાં હોય છે. પણ હવે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા માત્ર 11 હજાર રૂપિયામાં લગ્ન માટે હોલ સહિતની ઘણી સુવિધાઓ આપવામાં આવશે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને અલગ-અલગ સમાજના લોકોએ પણ આવકાર્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp