જસદણઃ ચૂંટણી પહેલા જ જસદણમાં દુઃખદ ઘટના, શોકની લાગણી વ્યાપી

PC: india.com

અત્યારે રાજકોટના જસદણમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. હવે જસદણ પેટા ચૂંટણીના ગણતરીના જ કલાકો બાકી રહ્યાં છે. ત્યારે જસદણમાં ચૂંટણી પહેલાં દુઃખ સમાચાર આવતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો પ્રસરી ગયો છે. પેટાચૂંટણીના ત્રણ દિવસ પહેલાં જ જસદણના સૌથી મોટી ઉંમરના મતદાર નાનુબેન રૂપારેલિયાનું નિધન થતા શોકની લાગણી વ્યાપી છે. આજે 113 વર્ષના સૌથી મોટી ઉંમરના મતદાર નાનુબેન નિધન થયું છે. તેમજ તેઓ અત્યાર સુધીમાં દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે. પણ આજે અચાનક તેમનું નિધન થઈ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, નાનુબેન જસદણ નગરપાલિકા દ્વારા સન્માન કરાયું હતું અને તેમનો પૌત્ર અલ્પેશ રુપારેલિયા વોર્ડ ન.1માં પાટીદાર સમાજનો આગેવાન છે.

નાનુબેન જસદણમાં સૌથી મોટી ઉંમરના મતદાતા હતા. તેમજ સૌથી ખાસ વાત એ છે જસદણમાં એવા ઘણા મતદારો છે જે લોકોની ઉંમર 100 વર્ષ કરતા વધારે છે. તમને જણાવી દઈએ કે, જસદણમાં આવેલા સાણથલી ગામમાં રહેતા દૂધીબેન રુપારેલીયાની ઉંમર 116 વર્ષના છે, જંગવડના 112 વર્ષના રાણીબેન હરજીભાઈ દૂધાત, જસદણમાં રહેતા જીવુબેન બઘાભાઈ પરમારની ઉંમર 110 વર્ષ છે, વિરનગરમાં રહેતા 110 વર્ષના રુપાબેન નાથુભાઈ જગોવડા, વડોદરા ગામમાં હેતા મીઠીબેન વશરામ સદાડિયાની ઉંમર 111 વર્ષ છે. આ બધા મતદારોની 100 વર્ષ કરતા વધારે ઉંમર છે.

તેમજ રસપ્રદ વાત એ છે કે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમા વિધાનસભા મત વિસ્તારમાં કુલ 14 પુરુષ અને 51 સ્ત્રીઓ એવી છે કે જેમની ઉંમર 100 વર્ષ કરતા પણ વધારે છે. તેમજ ગત ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીમાં કુલ સંખ્યા 56 હતી. મળતી માહિતી પ્રમાણે મોટી ઉંમરના બધા મતદારો માટે જસદણ પેટા ચૂંટણીમાં મતદાનના દિવસે ખાસ વ્યસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ મોટી ઉંરના લોકોને લાઈનમાં ઉભા નહી રહેવું પડે. તેમજ તેમને કોઈ તકલીફ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp